જામનગર શહેરમાં ચોરાઉ ફોન વેંચવા આવેલા તસ્કરને આંતરીને એલસીબીની ટીમે રૂા.66,500 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતા ચાર ચોરી આચર્યાની કેફિયત આપી હતી.
મળતી વિગત મુજબ, જામનગર તાલુકાના નારણપુર ગામમાં રહેતો અને અગાઉ લૂંટ અને ચોરીના ગુનામાં ઝડપાયેલ જીતુ હાલમાં જ અન્ય ચોરીમાં સંડોવાયેલો હોય અને ચોરાઉ ફોન વેચવા આવવાની દિલીપ તલાવડિયા, શરદ પરમાર, સુરેશ માલકિયાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા દિપન ભદ્રનની સૂચનાથી પીઆઈ એસ.એસ. નિનામા તથા સ્ટાફ દ્વારા વોચ ગોઠવી હતી અને રણજીતસાગર રોડ પર આવેલી હર્ષદમીલની ચાલી પાસેથી જીજે-10-ડીજી-7357 નંબરના બાઈક પરથી જીતુ જેરામ શેખા (રહે. નારણપુર) નામનો શખ્સ પસાર થતા એલસીબીની ટીમે આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી ચોરી કરેલા રૂા.31000ની કિંમતના પાંચ મોબાઇલ ફોન અને રૂા.35 હજારની કિંમતનું બાઈક સહિત રૂા.66500 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતા જીતુ પેરોલ પર છૂટયા બાદ પરત હાજર થયો ન હતો અને ફરાર હતો. તે દરમિયાન સીટી એ ડીવીઝન વિસ્તારમાંથી બે અને પંચકોષી બી ડીવીઝન વિસ્તારમાંથી બે સહિત ચાર ચોરી આચર્યાની કેફિયત આપી હતી. જેના આધારે એલસીબીની ટીમે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગર શહેરમાંથી ચોરાઉ મોબાઇલ સાથે તસ્કર ઝડપાયો
એલસીબીએ ચાર ચોરીનો ભેદ ઉકેલ્યો : પાંચ ચોરાઉ મોબાઇલ અને બાઈક સહિત 66500 નો મુદ્દામાલ કબ્જે