Tuesday, December 24, 2024
Homeરાષ્ટ્રીય3 ડોઝવાળી ZyCov-Dને ઇમરજન્સી ઉપયોગની મંજૂરી

3 ડોઝવાળી ZyCov-Dને ઇમરજન્સી ઉપયોગની મંજૂરી

ગુજરાતની કંપની કેડિલાએ બનાવી દેશની બીજી સ્વદેશી વેક્સિન : હવે 12 વર્ષથી ઉપરના બાળકોને પણ સુરક્ષાકવચ

- Advertisement -

12 વર્ષથી ઉપરના બાળકોને કોરોના સામે સુરક્ષાકવચ પુરૂં પાડવાનું ગૌરવ ગુજરાતની એક ફાર્મા કંપનીને પ્રાપ્ત થયું છે. રાજયની ઝાયડસ કેડિલાએ બનાવેલી ત્રણ ડોઝવાળી ઝાયકો-ડી વેક્સિનને ભારત સરકાર દ્વારા ઇમરજન્સી ઉપયોગની મંજૂરી આપી દેવામાં આવી છે. આ સાથે જ આ વેક્સિન ભારતની બીજી સ્વદેશી વેકિસન બની ગઇ છે.

વિશ્ર્વભરમાં કોરોના સામેની જંગનો હજી સુધી અંત નથી આવ્યો. આ મહામારી સામે લડવા માટે વધુ એક ખુશખબરી મળી છે. 12 વર્ષથી વધુ ઉંમરના બાળકોને હવે કોરોનાની રસી આપી શકાશે. આ વેક્સિન દુનિયાની સૌપ્રથમ એવી રસી છે જે ભારતમાં તૈયાર થયેલી ડીએનએ આધારિત રસી છે. આ વેક્સિન ઉંમરલાયક વ્યક્તિઓ ઉપરાંત 12 વર્ષથી ઉપરના બાળકોને પણ આપવામાં આવશે. ઝાયકોવ-ડી કોરોના વાયરસ વિરુદ્ધ દુનિયાની પ્રથમ ડીએનએ બેઝ્ડ વેક્સિન હશે જેને કોઈ ભારતીય કંપની દ્વારા વિકસાવવામાં આવી છે. કોરોના સામેના જંગમાં વિશ્વભરમાં કોરોના વેક્સિન પર સંશોધન હાથ ધરાયા હતા. ભારતમાં રસીકરણ કાર્યક્રમ અંતર્ગત ઝાયડસની રસી છઠ્ઠી એવી રસી રહી છે જેને મંજૂરી આપવામાં આવી છે. તાજેતરમાં ભારતમાં સીરમ ઈન્સ્ટિટ્યુટની કોવિશીલ્ડ,ભારત બાયોટેકની કોવેક્સિન, રશિયાની સ્પૂતનિક-વી, મોડર્ના અન જ્હોનસન એન્ડ જ્હોનસનની વેક્સિન આપવામાં આવી રહી છે.

- Advertisement -

પ્રાપ્ત વિગતો મુજબ જેનેરિક દવા કંપની કેડિલા હેલ્થકેર લિમિટેડે ઝાયકોવ-ડીના ઈમર્જન્સી ઉપયોગને મંજૂરી આપી છે. કંપનીએ ડીસીજીઆઈ સમક્ષ 1 જુલાઈના મંજૂરી માટે અરજી કરી હતી. લગભગ 28,000 વોલન્ટિયર્સ પર ઝાડયસ કેડિલાની રસીનો પ્રભાવ 66.6 ટકા રહી. આ કોરોના વાયરસ વિરુદ્ધ લડવા માટે પ્રથમ પ્લાઝ્મા ડીએનએ વેક્સિન છે. આમાં વાયરસના જીનેટિક તત્વોનો ઉપયોગ કરાયો છે. આ રસી ડીએનએ અથવા આરએનએને સૂચના આપે છે જેથી પ્રોટિન બનાવે અને ઈમ્યુન સિસ્ટમમાં વધારો થાય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular