Monday, December 23, 2024
Homeબિઝનેસભારતીય શેરબજારમાં સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટ નોંધાશે...!!

ભારતીય શેરબજારમાં સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટ નોંધાશે…!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!!

- Advertisement -

ગત સપ્તાહે વૈશ્વિક સ્તરે વાતાવરણ ડહોળાયું હોવા છતાં ઘરઆંગણાના સાનુકૂળ અહેવાલો પાછળ શેરબજારનું મોરલ સુધારા તરફી બની રહ્યું હતું. વિવિધ સરકારી પગલાના કારણે અર્થતંત્રમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. તો બીજી તરફ આંતરરાષ્ટ્રીય મોરચે અફઘાનિસ્તાનમાં સત્તા પલટા વચ્ચે ભારત માટે પરિસ્થિતિ સ્ફોટક બનવાની દહેશત છતાં સ્થાનિક સ્તરે કોરોના સંક્રમણની ત્રીજી લહેર ખાસ ચિંતાજનક નહીં રહેવાના અહેવાલ અને વેક્સિનેશનમાં  રેકોર્ડ વૃદ્વિના કારણે ભારત ઝડપી અનલોક થઈ રહ્યું હોઈ દેશમાં ચોમાસાની સારી પ્રગતિ સાથે અનલોકમાં ભારતના વિવિધ ભાગોમાં ફરી ઔદ્યોગિક-આર્થિક પ્રવૃતિ ઝડપી વધી રહ્યાના પોઝિટીવ પરિબળ અને કોર્પોરેટ ઈન્ડિયાની જૂન ૨૦૨૧ના અંતના ત્રિમાસિકની સારી કામગીરીની પોઝિટીવ અસરે ભારતીય શેરબજારમાં ઐતિહાસિક તેજી જોવા મળી હતી.

કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં આર્થિક સુધારાને આગળ વધારવાના નિર્ધાર અને ડિસઈન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામમાં ઝડપી આગળ વધવાના સંકેત સાથે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની શેરોમાં અવિરત ખરીદીએ ભારતીય શેરબજાર વિક્રમો સર્જતા રહી નવા શિખરે પહોચ્યું હતું. મહામારીની ત્રીજા તબક્કાની શક્યતા વચ્ચે પણ ફુગાવામાં ઘટાડા સહિતના અન્ય સાનુકૂળ પરિબળો પાછળ નીકળેલી નવી લેવાલી પાછળ BSE સેન્સેક્સે પ્રથમ વખત ૫૬,૦૦૦ની મહત્ત્વની મનોવૈજ્ઞાનિક સપાટી કુદાવી ૫૬૧૧૮ પોઈન્ટની અને નિફ્ટી ફ્યુચરે ૧૬૬૮૮ પોઈન્ટની નવી ઐતિહાસિક ઊંચાઈનો નોંધાવી હતી.

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

ગત વર્ષે માર્ચ માસથી દેશમાં કોરોના મહામારીની પ્રતિકૂળતા ઉદ્ભવ્યા બાદ બજાર તળિયે પટકાયું હતું. પરંતુ મહામારી બાદ દિન પ્રિતદિન બજારમાં નવા રોકાણકારોના પ્રવેશ સાથે સતત નવું ભંડોળ ઠલવાતું રહેતા ભારતીય શેરબજારમાં સંગીન સુધારો જોવા મળ્યો છે. ફંડોની આગેવાની હેઠલ લાર્જકેપ શેરોમાં નીકળેલ નવી ઝડપી લેવાલી પાછળ બીએસઈ સેન્સેક્સે ૫૬૦૦૦ પોઈન્ટની સપાટી કૂદાવી ૫૬૧૧૮ની ઓલટાઈમ હાઈ સપાટી રચી પાછો ફર્યો હતો. ઓગસ્ટ માસ દરમિયાન લાર્જ કેપ શેરોમાં ઉદ્ભવેલી તેજીના કારણે સેન્સેક્સે ત્રણ મહત્ત્વની મનોવૈજ્ઞાનિક ઊંચી સપાટીઓ હાંસલ કરી હતી. ગત માસથી શરૂ થયેલ કોર્પોરેટ પરિણામોની સીઝનમાં મોટા ભાગની આઈટી કંપનીઓ દ્વારા અપેક્ષાથી ઊંચા પ્રોત્સાહક પરિણામ રજૂ કરનાર આઈટી કંપનીઓના શેરોમાં તેજીની ચાલ જળવાઈ રહેતા છેલ્લા ચાર સપ્તાહમાં બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૧૨% વધ્યો છે.

- Advertisement -

ચાલુ ઓગસ્ટ માસ દરમિયાન સ્મોલકેપ અને મિડકેપ શેરોમાં નફારૂપી વેચવાલીનું દબાણ આવ્યા છતાં સેન્સેક્સની તેજી તરફી ચાલ અકબંધ રહેવા સાથે નવા વિક્રમોની રચના કરી હતી. બજારમાં પૂરતી લિક્વિડિટી, નીચા વ્યાજદર, કંપનીઓના અપેક્ષા કરતા સારા પરિણામ તેમજ અર્થંતંત્ર ધીમે ધીમે પાટા પર ચઢી રહ્યાના અહેવાલોથી બજારનું મોરલ પણ સુધારા તરફી બની રહ્યું છે. મારા અંગત મત મુજબ મહામારીની પ્રતિકૂળતા તેમજ કરેક્શન અને કોન્સોલીડેશન વચ્ચે ચાલુ વર્ષે પણ બજારની તેજી તરફી ચાલ અકબંધ રહેવા સાથે સતત નવા વિક્રમ રચાતા રહેશે.

વૈશ્વિક સ્તરે ભારત અને અફધાનિસ્તાન વચ્ચેના સંબંઘો છેલ્લા બે વર્ષથી સુધર્યા હતા પરંતુ હવે જ્યારે અફધાનિસ્તાન તાલિબાનોના હાથમાં આવ્યું છે ત્યારે ભારતના એક્પસોર્ટને ફટકો પડશે. અફઘાનિસ્તાનમાં તાલિબાને સત્તા કબજે કર્યા બાદ અત્યારે અચોક્કસ બનેલી રાજકીય પરિસ્થિતિ વચ્ચે તાલિબાન દ્વારા ભારત સાથેના તમામ દ્વિપક્ષી વેપારને અટકાવી દેવાતાં ભારતીય અર્થતંત્રને ફટકો પડવાના અંદાજ છે.

બજારની ભાવી દિશા…. મિત્રો, કોરોના સંક્રમણની બીજી લહેર પૂરી થયા બાદ દેશ ઝડપી અનલોક થઈ રહ્યો હતો, ત્યાં હવે ફરી ત્રીજી લહેરની ચિંતા અને તકેદારીમાં ફરી લોકડાઉનના પગલાં લાગુ કરવાની થઈ રહેલી કવાયતને ધ્યાનમાં લેતાં આગામી દિવસોમાં સાવચેતી વચ્ચે આર્થિક પ્રવૃતિ ફરી રૂંધાવાના સંજોગોમાં ભારતીય શેરબજારમાં કરેકશન જોવા મળી શકે છે. ફુગાવા-મોંઘવારીના વધતાં જોખમી પરિબળ સામે ચોમાસાની પ્રગતિ એકંદર સારી રહી હોવા છતાં ફંડોએ ગત સપ્તાહમાં સાવચેતીમાં વિક્રમી ઊંચા મથાળે તેજીનો વેપાર હળવો કર્યો છે. તેજીના લાંબા સમયથી જોવાઈ રહેલા અતિરેકના અંતની શરૂઆત થઈ ગયા સાથે આગામી દિવસોમાં ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.

દેશમાં આર્થિક-ઔદ્યોગિક પ્રવૃતિ વેગ પકડી રહી છે, ત્યારે સતત ખરીદી કર્યા બાદ ફંડો, ખેલાડીઓ સ્મોલ, મિડ કેપ શેરોમાં પ્રોફિટ બુકિંગ સાથે ઓવરબોટ પોઝિશન હળવી કરી રહ્યા છે. આ સાથે ફંડોએ પોર્ટફોલિયોમાં ફેરબદલની પણ શરૂઆત કરી દીધી હોવાનું સ્પષ્ટ જોવાઈ રહ્યું છે. જેથી આગામી દિવસોમાં શકય છે ફંડોની એક્ઝિટને પગલે કરેકશન જોવા મળી શકે છે. ઉપરાંત આંતરરાષ્ટ્રીય મોરચે અફઘાનિસ્તાનમાં સત્તા પલટા વચ્ચે વૈશ્વિક બજારો પર નજર સાથે સ્થાનિક સ્તરે મોંઘવારીને કાબૂમાં લેવા માટે લેવાઈ રહેલા વિવિધ પગલાં પર ભારતીય શેરબજારની નજર રહેશે. 

મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર…કેમ ખરું ને..!!!

નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૧૬૪૨૦ ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૬૨૭૨ પોઇન્ટના પ્રથમ અને ૧૬૧૬૦ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે ૧૬૪૭૪ પોઇન્ટથી ૧૬૫૭૫ પોઇન્ટ,૧૬૬૦૬ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૧૬૬૦૬ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૩૫૦૩૯ ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૫૬૭૬ પોઇન્ટના પ્રથમ અને ૩૬૦૦૬ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે ૩૪૮૦૮ પોઇન્ટથી ૩૪૬૭૬ પોઇન્ટ, ૩૪૫૦૫ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૬૦૦૬  પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક……

) નેલ્કો લિમિટેડ ( ૫૩૦ ) :- નેટવર્કિંગ ઇક્વિપમેન્ટ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૫૦૫ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૪૮૪ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૫૬૩ થી રૂ.૫૭૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે....!! રૂ.૫૭૭ ઉપર તેજી તરફી ધ્યાન...!!!

) સનટેક રિયલ્ટી લિમિટેડ ( ૩૬૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૩૪૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૩૩૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૩૮૩ થી રૂ.૩૯૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!

) ઈન્ડોસ્ટાર કેપિટલ ( ૩૧૫ ) :- રૂ.૩૦૩ નો પ્રથમ તેમજ રૂ.૨૮૮ ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.૩૩૦ થી રૂ.૩૪૩ સુધીની તેજી તરફી રુખ નોધાવશે ….!!!

) એપ્કોટેક્સ ઈન્ડસ્ટ્રીઝ ( ૩૨૨ ) :- ઇન્ડસ્ટ્રીયલ ગૂડ્સ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૩૩૭ થી રૂ.૩૪૫ ના ભાવની સંભાવના ધરાવે છે.!! રૂ.૩૦૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો……..!!

) એનસીએલ ઈન્ડસ્ટ્રીઝ ( ૨૪૨ ) :- રૂ.૨૨૮ નો પ્રથમ તેમજ રૂ.૨૧૩ ના સ્ટોગ સપોર્ટથી સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૨૫૭ થી રૂ.૨૬૫ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!

) વી-ગાર્ડ ઈન્ડસ્ટ્રીઝ ( ૨૪૩ ) :- સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.૨૩૦ આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.૨૫૩ થી રૂ.૨૬૦ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!

) મિન્દા કોર્પોરેશન ( ૧૨૬ ) :- આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.૧૦૮ ના સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂ.૧૩૭ થી રૂ.૧૪૪ ના સંભવિત ભાવની શક્યતા છે…!!

) સ્ટાર સિમેન્ટ ( ૧૧૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૦૩ આસપાસ રોકાણકારે રૂ.૧૨૩ થી રૂ.૧૩૦ ના ટાર્ગેટ ભાવની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.૯૬ નો સ્ટોપલોસ ધ્યાને લેવો...!!

ટ્રેડીંગ સંદર્ભે ફ્યુચર સ્ટોક ધ્યાને લઈએ તો ……

) રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૨૧૪૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ આ ફ્યુચર સ્ટોક રૂ.૨૧૦૮ ના સપોર્ટથી ખરીદવાલાયક..!! ઇન્ટીગ્રેટેડ ઓઇલ & ગેસ સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૨૧૭૩ થી રૂ.૨૧૮૮ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે….!!

) કોટક બેન્ક ( ૧૭૦૮ ) :- આ સ્ટોક રૂ.૧૬૮૬ નો પ્રથમ તેમજ રૂ.૧૬૭૦ ના બીજો અતિ મહત્વનો સપોર્ટ ધરાવે છે. ફયુચર ટ્રેડીંગ સંદર્ભે ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૧૭૩૩ થી રૂ.૧૭૫૦ સુધી ની તેજી તરફ રુખ  નોંધાવશે..!!

) રામકો સિમેન્ટ ( ૯૫૭ ) :- ૮૫૦ શેર નું ફયુચર ધરાવતો આ સ્ટોક રૂ.૯૬૦ નો પ્રથમ તેમજ રૂ.૯૧૯ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી રૂ.૯૭૩ થી રૂ.૯૯૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે….!!

) ટાટા સ્ટીલ ( ૧૩૬૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૩૯૦ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૧૪૦૪ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૧૩૪૭ થી રૂ.૧૩૩૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૪૨૦ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

) સિપ્લા લિમિટેડ ( ૮૮૯ ) :- રૂ.૯૦૯ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૯૧૯ ના સ્ટોપલોસે વેચવાલાયક….!! ટૂંકાગાળે રૂ.૮૭૪ થી રૂ.૮૬૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૯૩૦ ઉપર તેજી તરફી ધ્યાન… !!

) એક્સિસ બેન્ક ( ૭૪૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૭૫૭ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૭૬૭ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૭૨૭ થી રૂ.૭૧૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૭૭૭ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

રોકાણ સંદર્ભે સ્મોલ સેવિંગ્ઝ સ્ટોક ધ્યાને લઈએ તો ……

) મેજેસ્કો લિમિટેડ ( ૮૩ ) :- ટેકનોલોજી સેક્ટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂ.૮૮ થી રૂ.૯૫ ના ભાવની સંભાવના ધરાવે છે…!!રૂ.૭૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

) ટાઈમ ટેક્નોપ્લાસ્ટ ( ૭૩ ) :- ડિલેવરીબેઇઝ રોકાણકારે પ્લાસ્ટિક પ્રોડક્ટ સેક્ટરનાં આ સ્ટોકને રૂ.૬૬ ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવાલાયક…!! સાપ્તાહિક ટ્રેડિંગ સંદર્ભે રૂ.૭૮ થી રૂ.૮૫ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…!!!

) ડાયનામિક કેબલ ( ૬૪ ) :- ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૫૫ નો પ્રથમ તેમજ રૂ.૪૮ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટ પ્રોડક્ટ સેકટરનો આ સ્ટોક ટુંકાગાળે રૂ.૭૨ થી રૂ.૭૭ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!

) વક્રાંગી લિમિટેડ ( ૪૦ ) :- રૂ.૩૩ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યગાળે રૂ.૪૭ થી રૂ.૫૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!!રૂ.૫૩ ઉપર તેજી તરફી ધ્યાન…..!!

નિફટી ફયુચર રેન્જ ૧૬૧૬૦ થી ૧૬૬૦૬ પોઈન્ટ ધ્યાને લેશો

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular