Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં નવા બનતાં મકાનની સાઇટ પરથી મોબાઇલની ચોરી

જામનગરમાં નવા બનતાં મકાનની સાઇટ પરથી મોબાઇલની ચોરી

જામનગર શહેરના રણજીત સાગર રોડ પર આવેલાં પુષ્કરધામ સોસાયટીમાં નવા બનતાં મકાનની સાઇડ પરથી શ્રમિકોના બે મોબાઇલ અજાણ્યા તસ્કરો ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

બનાવની વિગત મુજબ જામનગર શહેરના રણજીત સાગર રોડ પર આવેલી પુષ્કરધામ સોસાયટી શેરી.નં.3માં મકાનની બાંધકામની સાઇટ પરથી ગત તા.9 ના રોજ બપોરના દોઢ કલાકના સમય દરમ્યાન કામ કરતાં મજૂરોના રૂા.14,500 કિંમતના બે મોબાઇલ ફોન અજાણ્યો તસ્કર ચોરી કરી લઇ ગયો હતો. આ અંગેની જાણ થતાં કોન્ટ્રાકટર રાકેશ ગોહિલ દ્વારા જાણ કરતાં પીએસઆઇ બી.એસ.વાળા તથા સ્ટાફે ચોરીનો ગુનો નોંધી તપાસ આરંભી અને તસ્કરોનું પગેરું મેળવવા તપાસ હાથધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular