Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરRTE પ્રવેશ પ્રક્રિયા 2021-22ના બીજા રાઉન્ડ માટે ખાલી જગ્યા ધરાવતી શાળાઓની પુન:પસંદગી...

RTE પ્રવેશ પ્રક્રિયા 2021-22ના બીજા રાઉન્ડ માટે ખાલી જગ્યા ધરાવતી શાળાઓની પુન:પસંદગી કરવા અંગે

- Advertisement -

બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણના અધિકાર અધિનિયમ-૨૦૦૯ તથા બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર નિયમો-૨૦૧૨ અન્વયે નબળા અને વંચિત જૂથના બાળકોને ૨૫% મુજબ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨માં ધોરણ-૧માં વિના મુલ્યે પ્રવેશ આપવા અંગે તા.ર૭/૦૭/૨૦૨૧ના રોજ પ્રથમ રાઉન્ડ જાહેર કરવામાં આવેલ. પ્રથમ રાઉન્ડ બાદ ખાલી રહેલ જગ્યા પર બીજો રાઉન્ડ જાહેર કરતા પહેલા પ્રથમ રાઉન્ડમાં જે વિદ્યાર્થીઓને આર.ટી.ઈ. હેઠળ પ્રવેશ ફાળવવામાં આવેલ નથી તેવા વિદ્યાર્થીઓને શાળાની પુન:પસંદગી કરવાની તક આપવામાં આવે છે. આર.ટી.ઈ. એક્ટ હેઠળ પ્રથમ રાઉન્ડમાં જે વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવેલ નથી તેવા વિદ્યાર્થીઓએ ઓનલાઈન વેબ પોર્ટલ http://rte.orpgujarat.com પર તા.૧૯/૦૮/૨૦૨૧ થી તા.૨૧/૦૮/૨૦૨૧ સુધીમાં શાળાઓની પુન: પસંદગીના મેનુ પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ અરજી નંબર અને જન્મ તારીખની મદદથી લોગીન થઇ શાળાઓની પુન:પસંદગી કરવાની રહેશે. ત્યારબાદ સબમિટ બટન પર કિલક કરી પ્રિન્ટ મેળવી પોતાની પાસે રાખવાની રહેશે. આ પ્રિન્ટની નકલ રિસિવિંગ સેન્ટર પર જમા કરાવાની રહેશે નહિ. વધુ માહિતી માટે http://rte.orpgujarat.com વેબસાઈટ પર તથા પ્રવેશ પ્રક્રિયા અંગે કોઇપણ મુશ્કેલી ઉભી થાય તો જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, જામનગરના હેલ્પ લાઈન નં. ૦૨૮૮-૨૫૫૩૩૨૧ ઉપર સવારે ૧૧.૦૦ થી ૬.૦૦ સુધી રજાના દિવસો સિવાય સંપર્ક કરવા જિલ્લા શિક્ષણાધિકારીની યાદીમાં જણાવાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular