Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરકોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રાનો પ્રારંભ કરાયો

કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રાનો પ્રારંભ કરાયો

કોરોનામાં મૃત્યુ પામેલ કમભાગીઓના ઘરે જઈ સાંત્વના પાઠવી : ધારાસભ્ય વિક્રમભાઈ માડમ પણ જોડાયા

ગુજરાત પ્રદેશની સૂચનાથી જામનગર શહેર કોંગ્રેસ દ્વારા આજથી ન્યાય યાત્રાનો પ્રારંભ કરાયો છે. કોરોના કાળમાં મૃત્યુ પામેલ લોકોના ઘરે જઈ સ્ટિકર લગાવી કોંગ્રેસ દ્વારા તેમના ગ્રુપમાં સહભાગી થવા આ ન્યાય યાત્રાનું આયોજન કરાયું છે.

- Advertisement -


જામનગર શહેર-જિલ્લા કોંગ્રેસ દ્વારા આજથી કોરોના કાળમાં સરકાર નિષ્ફળ ગઈ હોવાના આક્ષેપ સાથે ન્યાય યાત્રાનો પ્રારંભ કર્યો હતો. વોર્ડ નં.1 માંથી સર્જાયેલી આ ન્યાય યાત્રા દ્વારા કોંગ્રેસ કોરોનામાં મૃત્યુ પામેલા પરિવારના ઘરે જાશે અને કમભાગીઓના ઘરે સ્ટીકર લગાવ્યા હતાં અને કોરોનામાં મૃત્યુ પામેલ કમભાગીઓના પરિવારોને મળી સાંત્વના પાઠવી હતી.

આ ન્યાય યાત્રામાં ધારાસભ્ય વિક્રમભાઈ માડમ પણ જોડાયા હતાં. આ ઉપરાંત જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા, કોર્પોરેટર નુરમામદ પલેજા, રચનાબેન નંદાણિયા, જેનબબેન ખફી, સહારાબેન મકવાણા સહિતના કોંગ્રેસના અગ્રણીઓ-હોદ્દેદારો વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular