Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરહવે તમે ટૂંક સમયમાં, જામનગરથી રાજકોટનો પ્રવાસ ઇલેકટ્રિક બસમાં કરી શકશો

હવે તમે ટૂંક સમયમાં, જામનગરથી રાજકોટનો પ્રવાસ ઇલેકટ્રિક બસમાં કરી શકશો

રાજકોટ-જામનગર વચ્ચે દોડશે આવી 10 બસ: ચાર્જિંગ સ્ટેશનની પણ સુવિધા

- Advertisement -

ગુજરાતમાં પરિવહન ક્ષેત્રે ધરખમ ફેરફાર આવી રહ્યા છે, તેમજ વ્હીક્લો પણ હાઈટેક થઇ રહ્યા છે. ત્યારે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના બસ કાફલામાં ટૂંક સમયમાં નવી 50 ઇલેકિટ્રક બસો ઉમેરાશ. ગ્રીન એનર્જીના ભાગરૂપે ફ્રેમ ટુ ઇન્ડિયા થીમ હેઠળ આ ઇ-બસો બસ ઉમેરાશે. જીએસઆરટીસી દ્રારા હૈદરાબાદ સ્થિત ઓલેક્ટ્રા ગ્રીનટેક નામની કંપનીને ઇલેકિટ્રક બસો બનાવવા માટે ઓર્ડર આપવામાં આવ્યો છે. આ ઇલેકિટ્રક બસ 9 મીટર લાંબી હશે. જેમાં ડીસેમ્બર-2021માં 25 બસ મળશે, જ્યારે માર્ચ 2022માં બીજી 25 બસ મળશે. મળતી માહિતી પ્રમાણે 20 બસ અમદાવાદ-ગાંધીનગર, 20 બસ અમદાવાદ-વડોદરા અને 10 બસ રાજકોટ-જામનગર રૂટ પર દોડાવવામાં આવશે તેવો હાલ નિર્ણય કરાયો છે. જો કે તેમાં ફેરફાર પણ થઈ શકે છે.
કોન્ટ્રાક્ટના સમયગાળા દરમિયાન કંપની આ બસોના મેઇન્ટેનન્સની પણ જવાબદારી સંભાળશે. જેમાં જીએસઆરટીસી કંપનીને અમદાવાદ ખાતે કૃષ્ણનગર અને રાજકોટ સહિતના સ્થળે જગ્યા આપશે. જે જગ્યા પર બસ રખાશે ત્યાં જ ચાજિંગ સ્ટેશન પણ બનાવાશે. આ બસ સામે જીએસઆરટીસી ઓલેક્ટ્રા ગ્રીનટેક કંપનીને ક્લિમીટર દીઠ 60 રૂપિયા ઉપર ભાડુ ચુક્વશે. જો કે બસની ખરીદી પર કેન્દ્ર સરકારમાંથી જીએસઆરટીસીને સબસિડી પણ મળશે.

કંપની દ્વારા જીએસઆરટીસી તરફથી 50 ઇલેક્ટ્રિક બસોનો ઓર્ડર મળ્યો હોવાની જાહેરાત કર્યાનું જણાવ્યું છે. જે નવા ઓર્ડરથી બુકીંગની સંખ્યા 1350 જેટલી બસો 52 પહોંચી ગયું છે. જેમાં ગુજરાત માટે 250 બસ થશે. જેમાં જીએસઆરરટીસીની 50 બસ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જોવા મળશે.

આ 9 મીટર લાંબી બસમાં 33 પેસેન્જર પ્લસ ડ્રાઈવરની બેઠક ક્ષમતા રહેશે. સાથે જ તેમાં ઇલેક્ટ્રોનિક એર સસ્પેન્શન આરામદાયક મુસાફરીને સુનિશ્ચિત કરે છે. આ બસોમાં મુસાફરોની સુરક્ષા માટે સીસીટીવી કેમેરા, ઇમરજન્સી બટન અને યુએસબી સોકેટ્સ રહેશે. બસમાં ઇન્સ્ટોલ કરવામાં આવેલી લિથિયમ-આયન બેટરી મુસાફરીની સંખ્યા અને ટ્રાફિકના આધારે 180-200 ક્લિોમીટર સુધી જઇ શક્શે. આધુનિક ટેક્નોલોજીથી સજ્જ આ ઇલેક્ટ્રિકબસમાં રિજનરેટિવ બ્રેકિંગ સિસ્ટમ છે. હાઈ-પાવર એસી ચાજિંગ સિસ્ટમ બેટરીને 3-4 ક્લાકની વચ્ચે સંપૂર્ણપણે રિચાર્જ કરી શકાશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular