જામનગર જીલ્લાના જાંબુડા ગામે રહેતા આધેડ એકાદ મહિના પહેલા પોતાના ઘરે અગાસી પર સુતા હતા અને નિંદ્રામાં નીચે ઉતરવા જતા અગાસી ઉપરથી પડી જતાં માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોચતા સારવાર અર્થે અમદાવાની સિવિલ હોસ્પિટલમાં ખેસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
જામનગર જીલ્લાના જાંબુડા ગામે નવાપરા વિસ્તારમાં રહેતા મગનભાઈ પાંચાભાઈ પાટડીયા (ઉ.વ.45) નામના આધેડ ગત તા.15જુલાઈના રોજ પોતાના ઘરે અગાસી પર સુતા હોય અને રાત્રીના સમયે નિંદ્રામાં નીચે ઉતરવા જતા અગાસી પરથી નીચે પટકાતા તેમના માથાના ભાગે હેમરેજ સહીતની ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક સારવાર અર્થે અમદાવાદની સિવિલ હોસ્પિલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં એક અઠવાડિયાની સારવાર બાદ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના અંગે બીપીનભાઈ વાલજીભાઈ પાટડીયાએ પંચકોશી એ ડીવીઝન પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.