Thursday, December 26, 2024
Homeરાજ્યબળદગાડાને ઓવરટેક કરવા જતા નીચે પટકાયેલા બાઈકચાલક ઉપર કાર ફરી વળતા મોત

બળદગાડાને ઓવરટેક કરવા જતા નીચે પટકાયેલા બાઈકચાલક ઉપર કાર ફરી વળતા મોત

સડોદર ગામે રહેતા પતિ-પત્ની જામનગરથી ઘરે પરત ફરી રહ્યા હતા તે વેળાએ દુર્ઘટના

- Advertisement -

જામનગર જીલ્લાના સડોદર ગામે રહેતું દંપતી ગઈકાલના રોજ જામનગરથી પોતાના ઘરે બાઈક લઈને પરત ફરી રહ્યું હતું તે દરમિયાન સમાણા હાઈવે નજીક બળદગાડાને ઓવરટેક કરવા જતા ગાડાની ધોસરી બાઈકમાં અથડાતા દંપતી નીચે પડી જતા યુવક ઉપર સામેથી આવી રહેલી એક કાર ફરી વળતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ પોલીસે ઘટના સ્થળે પહોચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

જામજોધપુર તાલુકાના સડોદર ગામે રહેતા જીતુભાઈ સમજીભાઈ તૈરેયા (ઉ.વ.45) તથા તેમના પત્ની જ્યોતિબેન ગઈકાલના રોજ રાત્રે આઠેક વાગ્યાના સમયે પોતાનું મોટરસાઇકલ લઇને જામનગરથી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન પીપરટોડા ગામથી આગળ સમાણા હાઈવે પર પહોચતા એક બળદગાડાને ઓવરટેક કરવા જતા બળદગાડાની ધોસરી જીતુભાઈના મોટરસાઇકલમાં અથડાતા દંપતી જમીન પર પટકાયું હતું. તે દરમિયાન સામેથી આવી રહેલ કારનું ટાયર જીતુભાઈ પર ફરી વળતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના અંગે ડાયાભાઈ રવેરામભાઈ તૈરેયાએ લાલપુર પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોચી વધુ તપાસ હાથ ધરી હતી. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular