Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરજામનગરનું ચકચારી ગુજસીટોક પ્રકરણ

જામનગરનું ચકચારી ગુજસીટોક પ્રકરણ

મંગળવારે કેટલાંક આરોપીઓની જામીનઅરજી સંદર્ભે હાઇકોર્ટ દ્વારા લેવાયેલાં નિર્ણયને પડકારવામાં આવ્યો

- Advertisement -

ગુજરાતનાં લેન્ડગ્રેબિંગ અંગેના કાયદામાં ગુજસીટોકનો અમલ કરી સમગ્ર રાજયની પ્રથમ ફરિયાદ જામનગર પોલીસમાં નોંધવામાં આવી હતી. અત્યાર સુધીમાં ઘણાં આરોપીઓની ધરપકડ અને પૂછપરછો થઇ ચૂકી છે. ગઇકાલે મંગળવારે આ કેસના કેટલાંક આરોપીઓની જામીનઅરજી અંગેની સુનાવણી હાઇકોર્ટમાં યોજવામાં આવી હતી.આ સુનાવણીના અંતે હાઇકોર્ટે જે નિર્ણય લીધો છે, તે નિર્ણયનો પડકારવામાં આવ્યો છે.

જામનગરના આ પ્રકરણમાં હજુ મુખ્યઆરોપી જયેશ રાણપરિયા(જયેશ પટેલ) સહિતના ત્રણ આરોપીઓને પકડવાના બાકી છે. જે દરમ્યાન ગઇકાલે મંગળવારે હાઇકોર્ટમાં આ પ્રકરણના કેટલાંક આરોપીઓ વતી તેઓના એડવોકેટ દ્વારા ડિફોલ્ટ જામીનઅરજી અંગે હાઇકોર્ટનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે આ કેસની હાલ જે સ્થિતિ છે. તે પ્રકારની સ્થિતિમાં આરોપીઓને 60 દિવસની મર્યાદામાં જામીન મુકિત મળી જતી હોય છે. તેથી ડિફોલ્ટ જામીનના નિયમો મુજબ આ કેસના કેટલાંક આરોપીઓ જામીનમુકિત મેળવવાપાત્ર છે એવી રજુઆત આરોપીના વકીલ તરફથી કરવામાં આવી હતી.જોકે, અદાલતે 60 દિવસની ડિફોલ્ટ જામીનની આ પ્રક્રિયાના અનુસંધાને વધુ 90 દિવસનું એકસટેન્શન જાહેર કરતાં આરોપીઓના વકિલ દ્વારા વડીઅદાલતના સુનાવણી દરમ્યાનના આ નિર્ણયને વડીઅદાલતમાં જ પડકારવામાં આવ્યો છે. આરોપી તરફે થયેલી મંગળવારની આ રજૂઆતોને આધારે વડીઅદાલતમાં આજે પણ અમુક આરોપીઓની જામીન અરજી અંગે સુનાવણી કરવામાં આવશે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે જામનગરના બિલ્ડર નિલેશ ટોલિયા તથા વકીલ વી.એલ.માનસાતાની જામીનઅરજી અંગે ગઇકાલે મંગળવારે વડીઅદાલતમાં સુનાવણી થઇ હતી.આ ઉપરાંત અન્ય આરોપીઓ જીગર ઉર્ફે જીમી આડતિયા અને અનિલ ડાંગરિયા ઉર્ફે મહેતાજીની જામીન અરજીની સુનાવણી રાજકોટ ખાતેની સ્પે.અદાલતમાં પેન્ડિંગ પડી હોવાનું જાણવા મળે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular