Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લામાં જૂગાર દરોડામાં પાંચ મહિલા સહિત 27 ખેલંદા ઝડપાયા

જામનગર જિલ્લામાં જૂગાર દરોડામાં પાંચ મહિલા સહિત 27 ખેલંદા ઝડપાયા

પટેલ કોલોનીમાં રહેણાંક મકાનમાંથી જૂગાર રમતા છ શખ્સ ઝબ્બે : મેઘપર નજીકથી તીનપતિ રમતા છ શખ્સ ઝડપાયા: સાધના કોલોનીમાંથી જૂગાર રમતા ચાર શખ્સ ઝબ્બે : વિનાયક પાર્કમાંથી એકી બેકીનો જૂગાર રમતા બે શખ્સ ઝડપાયા

જામનગર શહેરના પટેલકોલોની શેરી નં.9 અને રોડ નં.2 માં આવેલા શ્યામ એવન્યૂમાં રહેતાં શખ્સના મકાનમાં બહારથી માણસો બોલાવી તીનપતિનો જૂગાર રમતા છ શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.42100 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં. જામનગર જિલ્લાના મેઘપર નજીક આવેલા રંગપર વાડી વિસ્તારમાંથી તીનપતિનો જૂગાર રમતા છ શખ્સોને રૂા.18030 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં.

જામનગર શહેરમાં સાધના કોલોની વિસ્તારમાંથી ચાર શખ્સોને તીનપતિ રમતા રૂા.11160 ની રોકડ સાથે અને વિનાયક પાર્ક વિસ્તારમાંથી ચલણી નોટો ઉપર એક બેકીનો જૂગાર રમતા બે શખ્સોને રૂા.4310 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં. જામજોધપુરમાં પટેલ મીલ નજીકથી વર્લીમટકાના આંકડા લખતા એક શખ્સને રૂા.2710 ની રોકડરકમ સાથે ઝડપી લઈ નાશી ગયેલા આઠ શખ્સો સહિત નવ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જોડિયા ગામમાં તીનપતિનો જૂગાર રમતા પાંચ મહિલાઓને રૂા.1620 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં. જામનગર તાલુકાના દરેડ જીઆઈડીસી વિસ્તારમાંથી તીનપતિ રમતા ત્રણ શખ્સોને રૂા.2980 ની રોકડ રકમ સાથે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર શહરેના પટેલ કોલોની શેરી નં.9 અને રોડ નં.2 મા આવેલા શ્યામ એવન્યૂ-2 માં રહેતાં શશીકાંત બાવનજી ખાંટ તેના ઘરે બહારથી માણસો બોલાવી તીનપતિનો જૂગાર રમાડતો હોવાની બાતમીના આધારે એલસીબીની ટીમે રેઇડ દરમિયાન શશીકાંત બાવનજી ખાંટ, અશોકસિંહ જોરુભા જાડેજા, દુષ્યંત ઉર્ફે ગોટુ મગન બારા, મયુરધ્વજસિંહ રણજીતસિંહ જાડેજા, કૌશિક ઉર્ફે મુન્નો ભુદરજી ખાંટ, નવલસિંહ સુરુભા જાડેજા નામના છ શખ્સોને રૂા.42100 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં. બીજો દરોડો, જામનગર જિલ્લાના મેઘપર નજીક આવેલા રંગપર વાડી વિસ્તારમાં આવેલા તીનપતિનો જૂગાર રમતા બાબુ છગન મકવાણા, રાકેશ ભાણજી મકવાણા, નરેન્દ્ર ભીખા કટારિયા, હસમુખ ધરમશી કણઝારિયા, ગોવિંદગર નથુગર ગોસ્વામી, લાલુભા અમરસંગ જાડેજા નામના છ શખ્સોને રૂા.18030 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ત્રીજો દરોડો, જામનગર જામનગર શહેરના સાધના કોલોની ત્રીજા ગેઈટ પાસે જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા મુકુંદ અરવિંદ મંગે, ગુરૂમુખદાસ મોતીરામ દામા, પરસોતમ વાસુ ચાન્દ્રા, અજય જગદીશ ચાન્દ્રા નામના ચાર શખ્સોને રૂા.11160 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં. ચોથો દરોડો, જામનગર શહેરના વિનાયક પાર્ક વિસ્તારમાં ભારતીય ચલણી નોટો ઉપર એકી બેકીનો જૂગાર રમતા ઈન્દ્રજીતસિંહ બટુકસિંહ રાયજાદા, વિપુલસિંહ ભીખુભા જાડેજા નામના બે શખ્સોને રૂા.4310 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં.

પાંચમો દરોડો, જામજોધપુર ગામમાં પટેલ મીલ નજીક જાહેરમાં વર્લીમટકાના આંકડા લખી પૈસાની હારજીત કરતા મુકેશ ગોપાલ હાસલિયા નામના શખ્સને પોલીસે રેઈડ દરમિયાન રૂા.1710 ની રોકડ રકમ અને 1000 ની કિંમતનો મોબાઇલ મળી કુલ રૂા.2710 ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ નાશી ગયેલા અશ્ર્વિનભાઈ પટેલ, રસીકભાઈ (રે. વસંતપુર), દેવાણંદ ખીમાભાઈ (રે. ઈશ્ર્વરિયા), મનુભાઈ દુરી (રે.રામવાડી), પ્રવિણસિંહ (રે. ઈશ્ર્વરીયા), દિલીપભાઈ કોળી (રહે. બાલવા), કાનજીભાઈ ભાલોડિયા (રે. ખરાવાડ), નારણભાઈ ભરવાડ (રહે.બાલવા) સહિતના નવ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

છઠ્ઠો દરોડો, જોડિયા ગામમાં કડિયા શેરી વિસ્તારમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા પાંચ મહિલાઓને રૂા.1620 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સાતમો દરોડો, જામનગર તાલુકાના દરેડ ગામમાં જીઆઈડીસી વિસ્તારમાં સ્ટ્રીટલાઈટના અંજવાળે તીનપતિનો જૂગાર રમતા વિશાલ રઘુનંદન રાઠોડ, નિરજ હલકેરાવ જાટવ, યોગેશ રાધેલાલ જાટવ નામના ત્રણ શખ્સોને રૂા.2980 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular