Thursday, December 26, 2024
Homeરાજ્યગુજરાતવરસાદ ખેંચાતા ખેડૂતોને સિંચાઈ માટે ડેમો માંથી પાણી આપવાની જાહેરાત બાદ સરકારનો...

વરસાદ ખેંચાતા ખેડૂતોને સિંચાઈ માટે ડેમો માંથી પાણી આપવાની જાહેરાત બાદ સરકારનો યુટર્ન

- Advertisement -

ગુજરાતમાં વરસાદ ખેંચતા હાલ 50% વરસાદની ઘટ છે. ખેડૂતોના પાકને પાણી ન મળતા નુકશાન જવાની ભીતિ છે. ત્યારે સિંચાઈ માટેના પાણી માટે ખેડૂતોએ વીજળી પર આધાર રાખવો પડ્યો છે. પરંતુ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ખેડૂતોને સિંચાઈ માટે ડેમોમાંથી પાણી આપવાની જાહેરાત કરી હતી. પરંતુ આ નિર્ણયને લઇને સરકારે હવે એવું કહ્યું છે કે ડેમમાં વધુ પાણી હોય તો જ ખેડૂતોને આપી શકાય. બીજી તરફ રાજ્યના જળાશયોમાં પણ માંડ 30 ટકા પાણી વધ્યું છે. માટે ખેડૂતો હવે ફરી ચિંતામાં મુકાયા છે.

- Advertisement -

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે હવે જણાવ્યું છે કે ડેમમાં પાણી હોય તો જ ખેડૂતોને સિંચાઈ માટે આપી શકાય. તેઓએ જણાવ્યું હતું કે ડેમોમાં સંગ્રહીત પાણીનો જથ્થો પીવાના પાણી માટે રિઝર્વ રખાશે. સિંચાઇનું પાણી ત્યારે જ ખેડૂતોને અપાય જયારે ડેમોમાં પાણીનો પુરતો જથ્થો હોય. હાલ રાજ્યના ડેમોમાં માત્ર 30-35 ટકા જ પાણી છે. આખા વર્ષના પીવાના પાણીનો જથ્થો રિઝર્વ રાખવાનો હોય છે ત્યાર પછી વધારાનુ પાણી સિંચાઇ માટે આપી શકાય.

રાજ્યમાં હજુ સુધી 12.26 ઈંચ સાથે મોસમનો સરેરાશ માત્ર 37.12 ટકા વરસાદ નોંધાયો છે. હાલ ગુજરાતમાં વરસાદની 50 ટકા ઘટ છે. પરિણામે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. પરંતુ 18ઓગસ્ટ બાદ રાજ્યમાં સારા વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular