લાખોટા નેચર કલબ દ્વારા સાગર વન પ્રોજેકટ હેઠળ તા. 1 ઓગસ્ટના રોજ નાઘેડી ગૌશાળા ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 70 મોટા વૃક્ષો તથા 30 ફળોના વૃક્ષો સહિત કુલ 100 જેટલા રોપાઓ વાવવામાં આવ્યા હતાં.
વૃક્ષારોપણ કાર્યક્રમનું ઉદઘાટન લીંબાભાઈ (તાલુકા પંચાયત), સુરેશભાઈ (સરપંચ, નાઘેડી), અતુલભાઈ ભરડીયા (સમાજ સેવક) અને રાજુભાઈ રબારીએ કર્યું હતું અને લાખોટા નેચર ક્લબના સભ્યો જેમાં ડો.અરુણકુમાર રવિ, શબ્બીરભાઈ, જીગ્નેશભાઈ નાકર, મનીષભાઈ ત્રિવેદી, ઉમરભાઈ, વિશાલ, સંજુ, અમન, જીત સોનીએ તેમની મહત્વની ભૂમિકા ભજવી હતી. આ સાથે અન્ય ગ્રામજનોએ પણ વૃક્ષારોપણ કાર્યક્રમમાં સહયોગ આપ્યો હતો. ’લાખોટા નેચર ક્લબ’, જામનગર, ગ્રામ પંચાયત નાઘેડી, અને વન વિભાગ, જામનગર કાર્યક્રમની સફળતામાં તેમના અમૂલ્ય યોગદાન બદલ આભારી છે. ’લાખોટા નેચર ક્લબ’ના સભ્ય ડો.અરુણકુમાર રવિએ લોકોને તેમના આસપાસના વિસ્તારોમાં વધુમાં વધુ વૃક્ષો અને છોડ વાવવા અને પ્રકૃતિના સર્જનમાં પણ યોગદાન આપવા અપીલ કરી હતી તથા વધુ વૃક્ષારોપણ માટે લાખોટા નેચર ક્લબનો સંપર્ક કરવા યાદી જણાવે છે.
લાખોટા નેચર કલબ દ્વારા સાગર વન વૃક્ષારોપણનો કાર્યક્રમ
70 મોટા વૃક્ષો તથા 30 ફળોના વૃક્ષો સહિત કુલ 100 જેટલા રોપાઓ વાવવામાં આવ્યા