જામનગર- રાજકોટ રોડ પર માનસી હોટલ પાસે ગત રાત્રિના સમયે રોંગસાઈડમાં આવી રહેલી બોલેરો વાહનના ચાલકે બાઈકસવારને ઠોકર મારતા અકસ્માતમાં બાઈક પર સવાર બે વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણ થતા ઈજાગ્રસ્તના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.