Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરફૂડ શાખા દ્વારા પાણીપુરીના પાણી સહિતની ખાદ્ય સામગ્રી ચકાસણી માટે મોકલાઇ

ફૂડ શાખા દ્વારા પાણીપુરીના પાણી સહિતની ખાદ્ય સામગ્રી ચકાસણી માટે મોકલાઇ

હાઇ-વે ઉપરની હોટલોમાંથી વાસી ડ્રેગન પોટેટો, ચિપ્સ સહિતની ખાદ્ય સામગ્રી તથા 20 લીટર પાણીપુરીના પાણીનો નાશ કરાયો

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાની ફુડ શાખા દ્વારા ગત સપ્તાહ દરમિયાન બેડી બંદર રોડ, કાલાવડ નાકા બહાર, ગ્રેઇન માર્કેટ વિસ્તારમાંથી કુલ 7 જેટલા સ્થળોએથી ખાદ્યસામગ્રીના નમૂના લઇ વડોદરા ખાતે ચકાસણીમાં મોકલવામાં આવ્યા હતાં. આ ઉપરાંત પાણી પુરી વેચતા વેપારીઓને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા હતાં.

જેમાં કુલ 12 સ્થળોએથી નમૂના લઇ ચકાસણી માટે મોકલવામાં આવ્યા હતાં. તેમજ 20 લીટર પાણીમાં ખરાબી જણાતાં તેનો નાશ કરાયો હતો. આ ઉપરાંત આઇસ ફેકટરીમાં જરુરી સૂચનાઓ અપાઇ હતી અને હોટલોમાંથી વાસી ડ્રેગન પોટેટો, ચીપ્સ, નુડલ્સ સહિતની વસ્તુઓનો નાશ કરવામાં આવ્યો હતો.

જામનગર મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા તા. 26 જુલાઇથી 7 ઓગસ્ટ દરમિયાન બેડી બંદર રોડ ઉપર અંબિકા ડેરી ફાર્મમાંથી મિક્સ દુધ, કાલાવડનાકા બહાર શ્રીજી અનાજ ભંડારમાંથી મરચુ પાઉડર તથા દિપ વસ્તુ ભંડારમાંથી ધાણાજીરૂ પાઉડર, ગ્રેઇન માર્કેટમાંથી સાગર ટ્રેડર્સમાંથી બેસન રોયલ કિંગ પાઉચ, ઇશ્ર્વર એન્ટરપ્રાઇઝમાંથી આટા, શુભમ્ ટ્રેડર્સમાંથી બેસન (વિજય પ્લસ પ્રા.લિ.) તથા જેઠાલાલ પ્રેમજી એન્ડ સન્સમાંથી ચક્કીફ્રેશ આટા (સનરાઇસ ફલાર્સ પ્રા.લિ.)ના નમુના લઇ વડોદરા લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતાં.

રાજ્ય સરકારના આદેશ અન્વયે પાણીપુરી વેચતા, બનાવતા ઘરોની તપાસણી પણ હાથ ધરાઇ હતી. જેમાં દિ.પ્લોટ 21ના અંબિકા ફાસ્ટ ફૂડ, દિ.પ્લોટ 18માં ન્યુ હરભોલે ફરસાણ માર્ટ, દિ.પ્લોટ 15ના આશાપુરા ફાસ્ટ ફૂડ, ગેલેકસી પાસે બજરંગ ભેલ હાઉસ, રણજીતનગરમાં ક્રિષ્ના ફાસ્ટ ફૂડ, જનતા ફાટકના જય ગિરનાર નાયલોન ખમણ હાઉસ, ગુજરાતી પાણી પુરીવાળા સત્યમ કોલોનીના જય હિંગળાજ ભેલ હાઉસ, દિ.પ્લોટ 18ના આશાપુરા ફાસ્ટ ફૂડ તથા તળાવની પાળ પાસે રામેશ્ર્વર ભેલ હાઉસમાંથી પાણીપુરીનું પાણી તથા પાણીપુરીના માવાના સેમ્પલ લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલવામાં આવ્યા હતાં. કુલ 28 પાણીપુરીના ફેરીયાઓને ઇન્સ્પેકશન કરી 20 લિટર પાણીમાં ખરાબી જણાતાં તેનું સ્થળ ઉપર નાશ કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત એમ.પી. શાહ ઉદ્યોગનગર શરુસેકશન રોડ, બેડેશ્ર્વર વિસ્તારમાં આવેલ અશોક આઇસ ફેકટરી, આઝાદ આઇસ ફેકટરી, હોનેસ્ટ આઇસ ફેકટરી, સાધના આઇસ ફેકટરી અને ભૂલચંદ એન્ડ કાું. આઇસ ફેકટરીમાં યોગ્ય તપાસણી કરી જરુરી સૂચનાઓ આપી હતી. તેમજ એરફોર્સ રોડ ખંભાળિયા હાઇવેમાં ખાણી પીણીમાં ઇન્સ્પેકશન હાથ ધરાયું હતું. જેમાં દેશી કેફે, કેશવારાસ હોટલ, ક્રિષ્ના કાઠીયાવાડી, આશિર્વાદ વિલેજ, આશિર્વાદ કલબ રિસોર્ટમાં પણ ચકાસણી હાથ ધરાઇ હતી. તપાસ દરમિયાન વાસી ડ્રેગન પોટેટો, ચિપ્સ, નુડલ્સ અને મનચુર્યનનો સ્થળ ઉપર નાશ કરાયો હતો. આ ઉપરાંત સફાઇ, સ્વચ્છતાના ઉચ્ચતમ ધોરણો જાળવવા સહિતની યોજનાઓ આપવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular