Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરકોરોના ટાઢો પડયો છે તો તાજીયા ઝૂલુસને મંજૂરી આપો

કોરોના ટાઢો પડયો છે તો તાજીયા ઝૂલુસને મંજૂરી આપો

જામ્યુકોના વિપક્ષીનેતાએ કલેકટર અને રાજય સરકારને કરી રજૂઆત

- Advertisement -

જામનગરમાં મોહરમના તહેવાર નિમિતે તાજીયાના ઝૂલુસને મંજૂરી આપવા માંગણી કરવામાં આવી છે. જામ્યુકોના કોર્પોરેટર અને વિપક્ષી નેતા અલ્તાફ ખફી કલેકટરને પત્ર પાઠવી શહેરમાં મોરમના તહેવાર નિમિતે પરંપરાગત તાજીયા ઝૂલુસ યોજવાની પરમિશન આપવા રજૂઆત કરી છે.

કલેકટરને કરેલી રજૂઆતમાં તેમણે જણાવ્યું છે કે, વિશ્વભરના મુસ્લિમો શહાદતના દિવસો તરીકે મોહરમ પર્વ મનાવે છે. ઇમામ હુસેનની યાદમાં દર વર્ષે કલાત્મક તાજીયાના ઝૂલુસ પણ યોજવામાં આવે છે. તેમાં પણ જામનગરના તાજીયા દેશમાં જ નહીં વિશ્ર્વ પ્રસિધ્ધ છે. જામનગર સહિત રાજયમાં હવે કોરોનાની મહામારી ઠંડી પડી છે, ત્યારે મુસ્લિમો ઉત્સાહ પૂર્વક મોહરમ પર્વ મનાવી શકે તે માટે તાજીયાઓના ઝૂલુસને મંજૂરી આપવી જોઇએ. જામનગર શહેરમાં તાજીયા હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતિક રહ્યા છે. જામનગરના પૂર્વ રાજવી ચાંદીનો કલાત્મક તાજીયો પણ ભેટ આપ્યો છે. ગત્ વર્ષે કોરોના મહામારીને કારણે શહેરમાં તાજીયાના ઝૂલુસ યોજી શકાયા ન હતાં. હવે આ મહામારી સાવ ઓછી થઇ ગઇ છે. ત્યારે નિયમોને આધિન તાજીયા ઝૂલુસની છૂટ આપવી જોઇએ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular