લાંબા સમયબાદ વિજકંપની દ્વારા જામનગર શહેરમાં આજે વિજચોરી અંગે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વિજકંપનીની કુલ 24 ટુકડીઓ દ્વારા શહેરના દરબારગઢ, સાતરસ્તા અને સેન્ટલ ઝોન અંતર્ગત આવતાં વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વિજ ટુકડીઓ દ્વારા આ વિસ્તારમાં કુલ 387 વિજકનેકશનો ચેક કરવામાં આવ્યાં હતાં. જે પૈકી 54માં ગેરરીતિ કે વિજચોરી થતી હોવાનું માલુમ પડતાં આસામીઓને કુલ રૂા.12.65 લાખના આકારણી બીલ ફટકારવામાં આવ્યાં હતાં. લાંબા સમયબાદ હાથધરાયેલી આ ઝૂબેશને કારણે વિજચોરી કરતાં તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.