જોડિયા તાલુકાના બાલંભા ગામના પાટીયા પાસેથી સ્થાનિક પોલીસે દેશી બનાવટની પિસ્તોલ અને પાંચ કાર્ટીસ તથા બાઈક સહિત રૂા.50000 ના મુદ્દામાલ સાથે શખ્સને ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જોડિયા તાલુકાના બાલંભા ગામમાં દેશી બનાવટની પિસ્તોલ સાથે એક શખ્સ ફરતો હોવાની એએસઆઈ રવિરાજસિંહ જાડેજા, પોકો. અશોકસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા દિપન ભદ્રનની સૂચનાથી ગ્રામ્ય ડીવાયએસપી કૃણાલ દેસાઈના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ ડી.પી. ચુડાસમા, એએસઆઈ રવિરાજસિંહ જાડેજા, હેકો ગીરીરાજસિંહ જાડેજા, પો.કો. અશોકસિંહ જાડેજા, હેકો વિપુલભાઈ ગોધાણી સહિતના સ્ટાફે વોચ ગોઠવી દિલીપ વસંત માલવિયા નામના શખ્સને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.25000 ની કિંમતની દેશી બનાવટની પિસ્તોલ અને રૂા.500ની કિંમતના પાંચ જીવતા કાર્ટીસ તથા રૂા.25000 ની કિંમતનું બાઈક સહિત રૂા.50,500 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ વધુ પૂછપરછ હાથ ધરી હતી.
બાલંભામાંથી દેશી બનાવટની પિસ્તોલ સાથે શખ્સ ઝબ્બે
સ્થાનિક પોલીસે પિસ્તોલ અને કાર્ટીસ તથા બાઈક કબ્જે કર્યુ