Tuesday, December 24, 2024
Homeરાજ્યદરિયામાં માછીમારી કરવા ગયેલા બે બોટના મછીયારાઓ સામે પોલીસની કાર્યવાહી

દરિયામાં માછીમારી કરવા ગયેલા બે બોટના મછીયારાઓ સામે પોલીસની કાર્યવાહી

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચોમાસાની ઋતુને અનુલક્ષીને તંત્ર દ્વારા જૂન માસથી અહીંના સમુદ્રમાં માછીમારી માટે કરવા માટે પરવાનગી આપવામાં આવતી નથી. આટલું જ નહીં, દરિયામાં માછીમારી કરવા માટે મનાઈ ફરમાવતું જાહેરનામું પણ હાલ અમલમાં છે. તેમ છતાં પણ દ્વારકાના દરિયામાં જીવના જોખમે માછીમારી કરવા જતાં આસામીઓ સામે સ્થાનિક પોલીસે લાલ આંખ કરી ધોરણસરની કાર્યવાહી કરી છે. દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાં રજીસ્ટ્રેશન નંબરની ‘તકદીર’ નામની રજીસ્ટ્રેશન નંબર વગરની હોળી મારફતે માછીમારી કરવા ગયેલા ઈશા જાફર ભેસલીયા અને અલારખા અબ્દુલ ભેસલીયા સામે જ્યારે ‘ચાંદની’ નામની રજીસ્ટ્રેશન નંબરની હોળી મારફતે દરિયામાં ગયેલા જાકુબ ઇબ્રાહિમ સમા અને કાસમ આરબ ખારા નામના કુલ ચાર આસામીઓ સામે દ્વારકાના પી.એસ.આઈ. એ.આઈ. ચાવડાએ જાતે ફરિયાદી બની જાહેરનામા ભંગની કલમ મુજબ ધોરણસરની કાર્યવાહી કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular