રાજકોટના રૈયા ટેલીફોન એક્સચેન્જ નજીક તુલસીબાગ પાસે આવેલા ઓમ સાંઈ એપાર્ટમેન્ટના ચોથા માળે રાત્રી દરમિયાન એકાએક આગ ફાટી નીકળી હતી. અ ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોચી ગઈ હતી અને આગને કાબુમાં લેવા પ્રયત્ન હાથ ધ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઇ ન હતી.
મળતી માહિતી પ્રમાણે શોટસર્કિટના પરિણામે આગ લાગી હતી. એપાર્ટમેન્ટના ચોથા માળે આવેલ મકાનમાં બેડરૂમમાં ફોન ચાર્જીગમાં હતો તે દરમિયાન શોટસર્કીટના પરિણામે આગ ફાટી નીકળી હતી. અને ગેસ ચાલુ હોવાથી આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું.