Friday, January 3, 2025
Homeરાષ્ટ્રીયહાઇડ્રોજન ફ્યુઅલથી હવે ટ્રેનો પણ ચાલશે

હાઇડ્રોજન ફ્યુઅલથી હવે ટ્રેનો પણ ચાલશે

- Advertisement -

ભારતીય રેલવેએ નેશનલ હાઇડ્રોજન એનર્જી મિશન હેઠળ મોટું પગલું ઉઠાવતા હાઇડ્રોજન ફ્યુઅલ સેલ દ્વારા ટ્રેન ચલાવવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે. ઇન્ડિયન રેલવે ઓર્ગેનાઇઝેશન ઓફ ઓલ્ટરનેટ ફ્યુઅલ (આઇઆરઓએએફ)એ ઉત્તર રેલવેના 89 કિ.મી. સેક્શનમાં એક ડીઝલ ઇલેક્ટ્રિકલ મલ્ટિપલ યુનિટ (ડેમુ)ને રેટ્રોફિટ કરીને હાઇડ્રોજન ફ્યુઅલ આધારિત ટેકનોલોજીથી ચલાવવા માટે ટેન્ડર મંગાવ્યા છે. દેશમાં હાઇડ્રોજન ફ્યુઅલથી ટ્રેન ચલાવવા પ્રથમ વખત ટેન્ડર મંગાવાયા છે.

ભારતમાં પહેલા ડેમુ ગાડીઓના બે રેકમાં પરિવર્તન કરીને તેને હાઇડ્રોજન ફ્યુઅલ સેલથી ચલાવવામાં આવશે. તેના પછી નેરોગેજ એન્જિનમાં હાઇડ્રોજન ફ્યુઅલ સેલ સિસ્ટમમાં ફેરવવામાં આવશે. તેના પછી લોકોપાયલોટને કોઈપણ પ્રકારની હેરાનગતિ નહીં થાય.

ડીઝલથી ચાલતી ડેમુને હાઇડ્રોજન સેલ ટેકનિકમાં બદલાતા દર વર્ષે 2.3 કરોડ રુપિયા બચવાની સાથે દર વર્ષે 11.12 કિલો ટન નાઇટ્રોજન ડાયોક્સાઇડ (એનઓટુ) અને 0.72 કિલો કાર્બન કણોનું ઉત્સર્જન ઘટશે.

હાઇડ્રોજન ફ્યુઅલ સેલને અત્યાર સુધીનું સૌથી સ્વચ્છ ઊર્જા મોડેલ માનવામાં આવ્યું છે. આ પ્રયોગ સફળ થયા પછી ડીઝલથી ચાલતા બધા એન્જિનોને હાઇડ્રોજન ફ્યુઅલ સેલ એન્જિનમાં પરિવર્તીત કરવામાં આવશે.

હાઇડ્રોજન સેલ આધારિત ડેમુ રેકના માટે બોલી 21 સપ્ટેમ્બર 2021થી શરુ થશે અને પાંચ ઓક્ટોબર સુધી ચાલશે.

દેશમાં હાઇડ્રોજન મોબિલિટીને વેગ આપવા માટે નેશનલ હાઇડ્રોજન એનર્જી મિશન હેઠળ રેલવે બજેટમાં થયેલી ઘોષણાઓને ધ્યાનમાં રાખતા આ મોટું પગલું ઉઠાવવામાં આવ્યું છે. તેમા ગ્રીન એનર્જીનો ઉપયોગ કરી શકાય છે. તેનાથી કાર્બન ડાયોક્સાઇડનું ઉત્પાદન ઘટશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular