Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતઅછતના ઓળા : રાજયમાં વરસાદની 41 ટકા ખાધ

અછતના ઓળા : રાજયમાં વરસાદની 41 ટકા ખાધ

9 જિલ્લામાં પ0 ટકાથી પણ વધુની ઘટ : છેલ્લાં 9 વર્ષમાં જુલાઇમાં સૌથી ઓછો વરસાદ : સિસ્ટમના અભાવે 15 ઓગષ્ટ સુધી સારા વરસાદની કોઇ સંભાવના નહીં : કૃષિક્ષેત્ર પર મંડરાયા ચિંતાના વાદળો

- Advertisement -

ચોમાસાના બે મહિના પુરા થઇ ગયા હોવા છતાં સંતોષકારક વરસાદ નહીં વરસતાં ગુજરાતમાં સતત બે વર્ષના સારા ચોમાસા બાદ અછતા ઓળા મંડરાવા લાગ્યા છે. પાંચ ઓગષ્ટ સુધી રાજયમાં માત્ર 36 ટકા વરસાદ જ નોંધાયો છે. જે સરેરાશ કરતાં 41 ટકા ઓછો છે. અપુરતા વરસાદને કારણે ખરીફ પાકની હાલત ખરાબ થઇ છે. જયારે ખેડૂતો કફોડી સ્થિતિમાં મૂકાવા લાગ્યા છે. જળાશયોમાં પણ પાણીના પર્યાપ્ત જથ્થાનો અભાવ જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં જો સમયસર વરસાદ નહીં થાય તો રાજયમાં પીવાના પાણીની સમસ્યા પણ સજાઇ શકે છે. હવામાન વિભાગ અનુસાર રાજયમાં આગામી 15 ઓગષ્ટ સુધી સારા વરસાદની કોઇ સંભાવના નથી. ત્યારબાદ બંગાળની ખાડીમાં સર્જાનારી સિસ્ટમ પર ગુજરાતમાં વરસાદનો આધાર રહેશે.

- Advertisement -

ગુજરાતમાં જુલાઈ મહિનામાં સામાન્ય વરસાદની આગાહી હતી. પરંતુ સામાન્ય કરતા પણ ઓછો વરસાદ નોંધાયો છે. ઓગસ્ટમાં સારો વરસાદ નહીં થાય તો પાણીની તંગી પણ સર્જાશે. ઓછા વરસાદના કારણે ગુજરાતના જળાશયો પણ ભરાય નથી. કૂવામાં પણ પાણીના સ્તર ઉપર આવ્યા નથી. ત્યારે હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ પત્રકારોને જણાવ્યું હતું કે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ યથાવત રહશે. આગામી 5 દિવસમાં અમદાવાદ, દાહોદ, મહીસાગર, પંચમહાલ, ડાંગ, નર્મદા, નવસારી, તાપી, વલસાડ, સુરત, ભરૂચ, અરવલ્લી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દિવ સહિતના જિલ્લામાં આગામી 5 દિવસ સામાન્ય વરસાદ થવાની શકયતા છે. ઓગસ્ટના બીજા સપ્તાહ પછી સારો વરસાદ થાય તેવી આશા છે.

ગુજરાતમાં જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં સારો વરસાદ થાય છે. પરંતુ ચાલુ વર્ષે જુલાઈ મહિનામાં ગુજરાતમાં સરેરાશ 35.37 ટકા વરસાદ થયો છે. 2020 જુલાઈમાં 42.23 ટકા વરસાદ નોંધાયો હતો. ચાલુ વર્ષે 5 ઓગસ્ટ સુધીમાં ગુજરાતમાં 36.06 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે 5 ઓગષ્ટ 2020માં 44.79 ટકા વરસાદ નોંધાયો હતો. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે વરસાદ ઓછો છે. ગુજરાતમાં સરેરાશ વરસાદ 36.06 ટકા થયો છે. હજુ ગુજરાતમાં 41 ટકા વરસાદની ઘટ છે. વરસાદ ખેંચતા ખેડૂતો ચિંતિત બન્યા છે. હજુ વરસાદ ખેંચશે તો મુશ્કેલી સર્જાશે. આંકડા પ્રમાણે વરસાદના ઘટની વાત કરીએ તો, રાજ્યમાં તમામ 33 જિલ્લાઓમાં સરેરાશથી ઓછો વરસાદ નોંધાયો છે. ગાંધીનગરમાં 57%, અરવલ્લીમાં 54%, સુરેન્દ્રનગરમાં 52%, તાપીમાં સરેરાશથી 49%, દાહોદમાં 48% વરસાદની ઘટ છે. 11 જિલ્લામાં તો વરસાદની 50%થી પણ વધારે ઘટ છે. છેલ્લાં 9 વર્ષની સરખામણીએ આ વર્ષે જુલાઇમાં સૌથી ઓછો વરસાદ વરસ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular