વિશ્ર્વ હિન્દુ પરિષદ દ્વારા શ્રાવણ માસ અને પર્યુષણ પર્વ દરમિયાન કતલખાના બંધ કરાવવા કમિશનરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી.શ્રાવણ માસ અને પર્યુષણ પર્વ નિમિત્તે જામનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કતલખાના બંધ રાખવા અને માસ મટન ઈંડાના વેચાણ હેરફેર કે સંગ્રહ પર પ્રતિબંધ ફરમાવવા માટે જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજય ખરાડી ને સૌરાષ્ટ્ર પ્રાંત બજરંગદળના સંયોજક રવિરાજસિંહ જાડેજા, વિશ્વ હિન્દુ પરિષદ જામનગર જિલ્લાના ઉપાધ્યક્ષ રમેશભાઈ તારપરા, કોષાધ્યક્ષ અને શહેર મંત્રી સુબ્રમણ્યમભાઈ પિલ્લે, ધર્મેશભાઈ ગોંડલીયા, વિશેષ સંપર્ક વિભાગના સંયોજક કલ્પેનભાઈ રાજાણી, વિશ્વ હિન્દુ પરિષદ પ્રચાર-પ્રસાર વિભાગના જિલ્લા સંયોજક કિંજલભાઈ કારસરીયા, સહસંયોજક વિજયભાઈ અગ્રાવત,દિલીપસિંહ ચૌહાણ સહિતના હોદ્દેદારો અને અગ્રણી કાર્યકરોએ આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી અને આ અંગે તાત્કાલિક જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવે તેમજ શ્રાવણ માસ દરમિયાન ધાર્મિક સ્થળો આસપાસ સફાઈ કરવામાં આવે તેવી પણ રજૂઆત સાથે માગણી કરવામાં આવી હતી.