Sunday, January 12, 2025
Homeરાષ્ટ્રીયપશુઓમાં કૃત્રિમ ગર્ભાધાન અંગે પૂર્વ કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીનો અભિપ્રાય શું છે...

પશુઓમાં કૃત્રિમ ગર્ભાધાન અંગે પૂર્વ કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીનો અભિપ્રાય શું છે ?: જાણો…

- Advertisement -

મોટા પ્રમાણમાં ઢોરઢાંખર ધરાવતા દેશોમાં આર્ટિફિશિયલ ઈન્સેમિનેશન-એઆઈ (ફત્રિમ ગર્ભાધાન) પણ મોટા પાયે હાથ ધરાય છે. 2017માં સરકારના નેશનલ ડેરી પ્લાનનું લક્ષ કૃત્રિમ ગર્ભાધાનનું પ્રમાણ 35 ટકા સુધીનું હતું. ગર્ભાધાનનો આંકડો 20 મિલિયનથી 69.29 મિલિયન સુધી પહોંચી ગયો છે.

સરકાર દ્વારા આ અરૂચિકર પ્રક્રિયા અપનાવવા પાછળ બે કારણ છે, એક તો ઓછા સ્પર્મ (વીર્ય) દ્વારા વધુને વધુ ગાયને ગર્ભવતી કરવી અને સ્વચ્છતા તથા આરોગ્ય સ્થિતિ પર અંકુશ જાળવવો. પ્રથમ ઉદ્દેશ આશિક રીતે જ સફળ થયો છે (ગુણવત્તામાં નહીં પરંતુ સંખ્યામાં, ગર્ભાધાન કરાવાયેલી ગાયો દરેક પેઢીએ વધુ કમજોર અને બીમાર હોય છે). બીજો હેતુ તો આરોગ્ય હોનારત સમો નીવડ્યો છે.

એના બે કારણ છે. આનુવાંશિક અથવા ચેપી રોગો માટે સિમનનું સર્વથા પરીક્ષણ થતું નથી. જાણવા મળ્યા મુજબ, સિમનનું પરીશક્ષ કરવા માટે કોઈપણ સેન્ટરમાં જરૂરી વૈજ્ઞાનિક ઉપકરણો પણ નથી. ઉપરાંત સિમનનું ઉત્પાદન વધારવાના સતત દબાણને કારણે તમામ આંતરરાષ્ટ્રીય માપદંડને હળવાશથી લેવામાં આવે છે.

આર્ટિફિશિયલ ઈન્સેમિનેશન સેન્ટરમાં રાખવામાં આવતા બળદોની પહેલાં અને પછી નિયમિત તબીબી તપાસ થવી જોઈએ. વાસ્તવિક્તા એ છે કે આ પ્રાણીઓ બીમાર, ડુંપોષિત હોય છે. તેમને ક્યારેય કસરત કરાવાતી નથી કે ભાગ્યે જ તબીબી તપાસ થાય છે. એક બળદ, સંક્રમિત વીર્ય દ્વારા હજારો ગાયોમાં રોગ ફેલાવી શકે છે. રોગિષ્ટ સિમનને કારણેને ગાયને ગર્ભપાત થઈ જાય છે અથવા એનો ગર્ભ સંક્રમિત થઈ શકે છે.

ભારતના ઢોરઢાંખરમાં કેટલાક રોગ સ્થાનિક બની ગયા છે, જેમ કે ટીબીના ફેલાવાને દૂધાળા ઢોરમાં જોવા મળતા બ્રુસેલોસિસ રોગ સાથે સાંક્ળવામાં આવે છે જે વીર્ય થકી આવે છે. વિશ્વભરમાં કરવામાં આવેલા સંશોધનમાં- સ્વચ્છતાનું પાલન કરતા દેશોમાં પશ-એઆઈ દ્વારા સેગો ફેલાતા હોવાનું જોવા મળ્યું છે.

2020માં અમેરિકન એસોસિએશન ફોર ધ એડવાન્સમેન્ટ ઓફ સાયન્સમાં પ્રકાશિત થયું હતું કે ઢોરઢાંખરને થતા બ્લુ ટંગ ડિસીઝમાં મૃત્યુદર 90 ટકા સુધી જઈ શકે છે જે સંકમિત સિમનને કારણે થઈ શકે છે. 2006માં બ્લુ ટંગ ડિસીઝ નેધરલેન્ડમાં પહેલીવાર જોવા મળ્યાં હતો જે 16 દેશોમાં ફેલાયો અને અબજો યુરોનું નુક્સાન થયું.

2010માં વેક્સિનેશનની મદદથી એને નાબૂદ કરાયો. 2015માં એ ફરીથી ફ્રાન્સમાં દેખાયો અને હજી એના કેસ નોધાય છ. ઇન્ફેક્શનનુ કારણ શાંધવા માટે ગ્લાસગો યુનિવર્સિટીએ 150 નમૂનાનું જિનેટીક વિશ્લેષણ કર્યું હતું. સંશોધકોએ નોંધ્યું હતું કે વાઈરસના વંશસૂત્ર અગાઉના રોગચાળા સાથે નોંધપાત્ર રીતે સરખા જોવા મળ્યા હતા. અને એ વર્ષો સુધી ફ્રીઝરમાં રાખેલા સંક્રમિત સિમનના ઉપયોગથી આવ્યા હોવાનું અનુમાન છે.

2004માં સાવર-ઢાકાની સેન્ટ્રલ એઆઈ લેબોરેટરીના 138 બળદને બોવાઈન ટ્યુબરક્યુલોસિસ અને બ્રુસેલોસિસ માટે ચકાસવામાં આવ્યા હતા. એમાંથી 38 બળદ (27.5 ટકા) ટીબીમાટે અને એક બળદ બ્રેસેલોસિસ માટે પોઝિટિવ મળી આવ્યા હતા. સામાન્ય બળદ કરતાં સિમન માટેઉપયોગમાં લેવાતા બળદમાં ટીબીનો ફેલાવો ચાર ગણો વધુ જોવા મળતો હોવાનું વિજ્ઞાનીઓનું કહેવું છે. ટીબી અને બ્રુસેલોસિસ ફક્ત દૂધાળા ઢોર માટે જનુકસાનકારક નથી, એ માનવીના સ્વાસ્થ્ય માટે પણ જોખમી છે. દક્ષિણ એશિયાના મોટાભાગના દેશોના ઢોરઢાંખરમાં ટીબી જોવા મળે છે. વિજ્ઞાનીઓ કહે છેકે બોવાઈન બ્રુસેલોસિસ કૃત્રિમ ગર્ભાધાન પદ્ધતિનું સૌથી જાણીતું અને સૌથી વિવાદાસ્પદ ઈન્ફેક્શન છે. આવી ગાયોને જન્મેલા વાછરડા પણ નબળા અને બીમાર હોય છે.

બળદોમાં એપિડેડીમાઈટિસ અથવા અંડકોષનું ઈન્ફેક્શન સામાન્ય છે. બ્રીડિંગ સેન્ટરના બળદોમાં વેસિક્યુલર ગ્રંથિઓમાં નિરંતર સોજો રહેતો જોવા મળે છે. આ તરલ પદાર્થ કોહવાઈને એઆઇઈ સેન્ટરમાં રહેલા સિમનને દૂષિત કરે છે. એના દ્વારા સૌથી જોખમી બેક્ટેરિયા ગાયના ગર્ભાશયમાં પહોંચે છે. કોલંબિયામાં 103 ફાર્મ પર કરવામાં આવેલા અધ્યયનમાં (1984) કેટલાય બળદ સંક્રમિત જોવા મળ્યા હતા. અન્ય એક અધ્યયનમાં પણ બ્રીડિંગ માટેના બળદોમાં વિવિધ પ્રકારના વાઈરસ નોંધપાત્ર પ્રમાણમાં મળી આવ્યા હતા. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશ્ર્નો પૂછાવા લાગ્યા હતા કે કોલંબિયામાં ઉત્પાદિત અને વેચવામાં આવતું સિમન માપદંડો મુજબ હોય છે ખરું? આ પ્રશ્ર્નો ભારત માટે પણ પૂછી શકાય. આપણા પશુચિક્ત્સિકો વિવિધ રોગ, એઆઈ માટેના બળદો માટેના સ્વારથ્ય પ્રમાણપત્ર અને સંબંધિત વિષયોનું જ્ઞાન ધરાવે છે ખરા?

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular