Monday, December 23, 2024
Homeસ્પોર્ટ્સરોજ 5 કલાક, સપ્તાહના 6 દિવસ, કુલ 16 વર્ષની મેહનત !

રોજ 5 કલાક, સપ્તાહના 6 દિવસ, કુલ 16 વર્ષની મેહનત !

ભારતીય હોકી ટીમના 18 ખેલાડીઓ પૈકી 10 ખેલાડીઓ પંજાબના અને એક જ એકેડમીના 8 ખેલાડીઓ

- Advertisement -

ભારતીય હોકી ટીમના 18 ખેલાડીઓમાંથી 10 ખેલાડીઓ પંજાબના જ હતા. એટલું જ નહીં, પંજાબના સુરજીત હોકી એકેડેમીના 8 ખેલાડીઓ નેશનલ ટીમમાં સતત રમ્યા હતા. આ એકેડેમીની શરૂઆત 2005માં થઇ હતી. જ્યારે ભારતમાં હોકીનું વર્ચસ્વ પૂરું થઇ ગયું હતું.

- Advertisement -

ભારતીય હોકી ટીમના સુકાની મનપ્રીતની વાત હોય કે ઉપ સુકાની હરમનપ્રીતની વાત, બંને પંજાબના છે. તેની સાથે વરૂણ, રૂપિંદરપાલ, હાર્દિક, દિલપ્રીત, ગુરજંટ, મનદીપ, શમશેર અને સિમરનજીત પણ હોકીની ફેક્ટ્રી તરીકે ઓળખાતા પંજાબથી જ આવે છે. રિઝર્વ ખેલાડી તરીકે ગોલકીપર કૃષ્ણા પાઠક પણ પંજાબથી જ છે. તેમાંથી માત્ર રૂપિંદર અને ગુરજંટ સુરજીત હોકી એકેડેમીમાંથી રમ્યા નથી.

એકેડેમીના સીનિયર કોચ અવતાર સિંહે કહ્યું, ‘આ કાંસ્ય પદક દરરોજના 5 કલાક, સપ્તાહના 6 દિવસ અને 16 વર્ષની મહેનત બાદ મળ્યો છે. આ બધા માટે ગર્વની ક્ષણ છે. ખાસ કરીને એ લોકો માટે જેમણે પોતાની જિંદગી રમતને આપી દીધી છે.

- Advertisement -

એકેડેમીમાં જોડાવવા માટે 5 દિવસની પસંદગી પ્રક્રિયા હોય છે. ટ્રાયલ 3 દિવસ ચાલે છે. જેમાં ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ પણ હોય છે. અવતારે કહ્યું કે, ‘અહિંયા પહેલા બાળકોને અંડર-14 કક્ષામાં લેવામાં આવે છે. પછી અંડર-15 અને અંડર-17માં લેવામાં આવે છે. પહેલા બે વર્ષમાં ધ્યાન માત્ર સ્કિલ ડેવલોપમેન્ટમાં હોય છે. ત્યાર બાદ ડ્રેગ ફ્લિક, પેનલ્ટી કોર્નર એક્સપર્ટ, પાસ સહીતની રમતો પર ધ્યાન આપવામાં આવે છે. ઇન્ડિયન અને યુરોપિયન બંને સ્ટાઇલની હોકી શિખવાડીએ છીએ.’

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular