Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરવોર્ડ નં. 6માં વીજ ધાંધિયા અંગે આંદોલનની ચેતવણી

વોર્ડ નં. 6માં વીજ ધાંધિયા અંગે આંદોલનની ચેતવણી

કોર્પોરેટર ફુરકાન શેખની આગેવાનીમાં બસપા દ્વારા પાઠવાયું આવેદન

- Advertisement -

જામનગરના વોર્ડ નં. 6માં વારંવાર ખોરવાતા વીજ પુરવઠા અંગે આ વિસ્તારના બસપાના કોર્પોરેટર દ્વારા વીજ અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે. તેમજ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આંદોલન કરવાની ચિમકી આપવામાં આવી છે.

- Advertisement -


જામનગરના વોર્ડ નં. 9માં આવેલા સેનાનગર, વાયુનગર, ગ્રીનપાર્ક, બલદેવનગર, આકાશનગર, યોગેશ્વરધામ, દ્વારકાધિશ સોસાયટી, રવિ પાર્ક સહિતના વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી વીજ પુરવઠો અનિયમિ બન્યો છે. વારંવાર સર્જાતા ફોલ્ટ અને તેને કારણે ખોરવાતા વીજ પુરવઠાને કારણે આ વિસ્તારના રહેવાસીઓ ત્રાહિમામ પોકારી ગયા છે. દરરોજ 2-3 વખત વીજ પુરવઠો ખોરવાઇ જાય છે અને કલાકો બાદ વીજળી આવે છે. આ અંગે ફરિયાદ કરવા છતાં કોઇ ઉકેલ નહીં આવતા વોર્ડના કોર્પોરેટર ફુરકાન શેખ તેમજ બસપાના આગેવાનો અને રહેવાસીઓ દ્વારા આજે વીજ કંપનીની ઓફિસે દેખાવો યોજી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો તેમજ સાત રસ્તા સબ ડિવિઝનના નાયબ ઇજનેરને આવેદનપત્ર પાઠવી આ સમસ્યાનું તાકિદે નિરાકરણ લાવવા માંગણી કરવામાં આવી છે. આગામી 10 દિવસમાં વિસ્તારની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો બસપા દ્વારા આંદોલન કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular