Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતગુજરાતમાં 2.66 લાખ ઘરો પર સોલાર રૂફટોપ

ગુજરાતમાં 2.66 લાખ ઘરો પર સોલાર રૂફટોપ

- Advertisement -

રાજ્ય સરકારની ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવાની નેમને ભવ્ય સફળતા મળી છે. હવે ગુજરાતનાં લોકો ઘરે-ઘરે વીજ ઉત્પાદન કરતાં થયા છે. ગુજરાતમાં રહેણાંકના મકાનો પર 1000 મેગાવોટના સોલાર રૂફટોપ પ્લાન્ટ સ્થાપિત થયા છે. રાજયમાં કુલ 2.66 લાખ પરિવારોએ સોલાર ગ્રીન એનર્જી ઉત્પન્ન કરવા સોલાર રોફટોપ લગાવવા બદલ ઊર્જા મંત્રી સૌરભ પટેલે નાગરિકોને અભિનંદન પાઠવ્યા છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ચારણકા ખાતે સોલર પાર્કના ઉદ્દઘાટન વખતે વર્ષ 2012માં એટલે કે આજથી 9 વર્ષ પહેલા એક સપનું સેવેલું કે, ગુજરાતમાં સોલર રૂફટોપ યોજના દ્વારા મધ્યમ વર્ગના સામાન્ય પરિવારો જે પોતાની જાત-મહેનતથી પોતાનું ગુજરાન ચલાવે છે તે એક દિવસ પોતાના ઘરે-ઘરે વીજળી ઉત્પન્ન કરવાના નાના-નાના કારખાનાના માલિક બનશે. ઊર્જા મંત્રીએ જણાવ્યુ કે, મને ખૂબ જ હર્ષ અને ગર્વ છે કે, આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જોયેલું આ સપનું હવે હકીકતમાં બદલાયું છે. ગ્રીન એનર્જીને ઉત્તેજન આપવા તથા પર્યાવરણના જતનના ભાગરુપે સૂર્ય-ગુજરાત યોજના લાગુ કરી અને 2 ઓગસ્ટ 2021ના રોજ રાજ્યમાં રહેણાંક ક્ષેત્રના સોલર રૂફટોપની સ્થાપિત ક્ષમતા 1,000 મેગાવોટથી પણ વધુ થવા પામી છે અને કુલ 2.66 લાખથી વધુ ઘરો પર સોલર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત થઇ ચૂકી છે. આ યોજના અંતર્ગત કુલ રૂ. 1640 કરોડની સબસીડી આપવામાં આવેલી છે. રહેણાંક ક્ષેત્રના સોલર રૂફટોપની સ્થાપિત ક્ષમતામાં ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને છે. સૂર્ય-ગુજરાત યોજના માટે કેન્દ્ર સરકાર તરફથી ગુજરાતને અત્યાર સુધીમાં 932 મેગાવોટની ક્ષમતા માટે રૂ. 1530 કરોડની સહાય પણ મંજૂર કરવામાં આવેલી છે, જેમાં પણ રાજ્ય સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને છે .સમગ્ર ગુજરાત રાજ્યની જનતાના ઉત્સાહ અને કંઇક નવું કરવાની ખુમારીને લઇને આપણા રાજ્યે એક ગૌરવપૂર્ણ સીમાચિહ્ન પાર પાડ્યું છે. સૂર્ય-ગુજરાત યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા 40% સુધીની સબસીડી આપવામા આવે છે અને આ સબસીડીનો લાભ લઇ વધુને વધુ પરિવારો તેમના ઘર ઉપર સોલર રૂફટોપ સિસ્ટમ લગાવી રહ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular