Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયવળતો આક્ષેપ: સંસદ સરકારને કારણે ઠપ્પ

વળતો આક્ષેપ: સંસદ સરકારને કારણે ઠપ્પ

એક દિવસ પહેલાં પ્રધાનમંત્રીએ વિપક્ષ પર સંસદ અંગે ટિપ્પણી કરી હતી

- Advertisement -

કોંગ્રેસ સહિત 14 વિપક્ષી દળોએ ફરી એક વખત સરકારને આગ્રહ કર્યો છે કે સંસદીય લોકતંત્રનું સન્માન કરવામાં આવે અને પેગાસસ જાસૂસી મામલે ચર્ચા કરાવવામાં આવે. દળોએ એક સંયુક્ત નિવેદન જારી કરીને સરકાર ઉપર વિપક્ષ સામે દુષ્પ્રચાર કરવાનો અને અહંકાર બતાવવાનો આરોપ મૂક્યો હતો અને કહ્યું હતું કે, પેગાસસ જાસૂસી ઉપર ચર્ચા બાદ કિસાનો અને ત્રણેય કૃષિ કાયદા સંબંધિત મુદ્દે ચર્ચા કરાવવામાં આવે.

રાજ્યસભાના નેતા પ્રતિપક્ષ અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે, એનસીપીના શરદ પવાર, દ્રમુકના ટીઆર બાલુ, સપાના રામગોપાલ યાદવ, ટીએમસીના ડેરેક ઓબ્રાયન, શિવસેનાના સંજય રાઉત, રાજદના મનોજ ઝા, આપના સુશીલ ગુપ્તા, આઇયુએમએલમાંથી ઈટી મહોમ્મદ બશીર, એનસીના હસનૈન મસૂદી વગેરે તરફથી સંયુક્ત નિવેદન જારી કરવામાં આવ્યું હતું.

નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, વિપક્ષી દળો પોતાની માગણીને લઈને અડગ અને એકજુથ છે કે પેગાસસ મામલે સંસદમાં ચર્ચા કરાવવામાં આવે અને ગૃહમંત્રી આ મામલે જવાબ આપે કારણ કે મુદ્દો રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત છે. વિપક્ષી દળોએ એમ પણ કહ્યું હતું કે, પેગાસસ ઉપર ચર્ચા બાદ કિસાનોના મુદ્દાને લઈને પણ ચર્ચા કરવામાં આવે.

- Advertisement -

વધુમાં દાવો કરવામાં આવ્યો હતો કે દુર્ભાગ્યપૂર્ણ છે કે સરકારે એકજુથ વિપક્ષને બદનામ કરવા માટે દુષ્પ્રચાર અભિયાન ચલાવ્યું છે અને સંસદમાં અડચણ માટે વિપક્ષને જવાબદાર ઠેરવવામાં આવે છે. આ ગતિરોધની જવાબદાર સરકાર છે. જે અહંકારમાં છે અને બન્ને સદનમાં ચર્ચાની માગણીનો ઇનકાર કરી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular