Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં યુવાનની ગળેફાંસો ખાઈ આત્મહત્યા

જામનગર શહેરમાં યુવાનની ગળેફાંસો ખાઈ આત્મહત્યા

સનમ સોસાયટીમાં બનાવ : પોલીસ દ્વારા કારણ શોધવા તપાસ : રાંદલનગરમાં યુવાને ગળેટૂંપો દઈ જિંદગી ટૂંકાવી

- Advertisement -

જામનગર શહેરના કાલાવડ નાકા બહાર આવેલી સનમ સોસાયટીમાં રહેતા યુવાને તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં જી. જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જામનગરના રાંદલનગર વિસ્તારમાં રહેતા યુવાને પૈસાની લેતી દેતી બાબતે માઠુ લાગી આવતા તેના ઘરે બાથરૂમમાં ગળેફાંસો ખાઇ જિંદગી ટુંકાવી હતી.

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના કાલાવડ નાકા બહાર આવેલી સનમ સોસાયટી વિસ્તારમાં રહેતા સરફરાજ મુબારક મકવા (ઉ.વ.28) નામના યુવાને તેના ઘરે કોઇપણ કારણસર ગળેફાંસો ખાઇ આત્મહત્યાનો પ્રયાસ કરતા યુવાનને સારવાર માટે જામનગરની જી. જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ફરજ પરના તબીબોએ તેનું મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું. બનાવની જાણના આધારે પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો બનાવ, જામનગર શહેરના રાંદલનગર હાઉસીંગ કવાર્ટરની બાજુમાં રહેતા અને ડ્રાઈવિંગ કરતા અનિરૂધ્ધસિંહ ખુમાનસિંહ ઝાલા (ઉ.વ.42) નામના યુવાને બુધવારે બપોરના સમયે તેના ઘરે બાથરૂમમાં ગળેફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે ગીરીરાજસિંહ દ્વારા જાણ કરાતા એએસઆઇ એમ.એમ. જાડેજા સહિતનો સ્ટાફ હોસ્પિટલ પહોંચી તપાસ હાથ ધરતા પ્રાથમિક તારણમાં પૈસાની લેતી દેતીના મામલે માઠુ લાગી આવતા જિંદગી ટૂંકાવી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાયર્ર્વાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular