ભારતીય પુરુષ હોકી ટીમે ઈતિહાસ સર્જ્યો છે. 41 વર્ષ બાદ ભારતીય પુરુષ હોકી ટીમે મેડલ મેળવ્યો છે. દેશ આખો હોકી ટીમની પ્રશંશા કરી રહ્યો છે. ભારતે જર્મનીને 5-4થી હરાવીને ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે.
પ્રધાનમંત્રી મોદીએ કરીને કહ્યુ- ઐતિહાસિક! એક એવો દિવસ જે દરેક ભારતીયની યાદમાં અંકિત થશે. બ્રોન્ઝ મેડલ જીતવા માટે આપણી પુરૂષ હોકી ટીમને શુભેચ્છા. આ સિદ્ધિ સાથે તેણે દેશ અને આપણા યુવાઓની કલ્પના પર કબજો કરી લીધો છે. ભારતને પોતાની હોકી ટીમ પર ગર્વ છે.
બીજા ક્વાર્ટરમાં 3-1થી પાછળ ભારતે વાપસી કરી ચાર ગોલ કર્યા હતા. ભારત માટે સિમરનજિત સિંહ 17મી અને 34મી, હાર્દિક સિંહ 27મી, હરમનપ્રીત સિંહ 29મી અને રૂપિન્દર પાલ સિંહે 31મી મિનિટે ગોલ કર્યો હતો. અને જર્મનીને 5-4થી હરાવીને બ્રોન્ઝ પર ક્બ્જો કર્યો છે. ઓલિમ્પિકમાં ભારતની હોકી ટીમને છેલ્લો મેડલ 1980માં મોસ્કોમાં મળ્યો હતો, જ્યારે ટીમે વાસુદેવન ભાસ્કરણની કેપ્ટનશિપમાં ગોલ્ડ જીત્યો હતો.