રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજની ઇમારતને હેરિટેજનો દરજ્જો મળ્યો છે. 1937ની આસપાસ ધર્મેન્દ્રસિંહજી કોલેજની ઇમારતનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તો આ સિવાય જુનાગઢની બહાઉદ્દીન કોલેજને પણ હેરિટેજ તરીકે જાહેર કરાયું છે.રાજ્યની કુલ 5 કોલેજની ઇમારતને હેરિટેજનો દરજ્જો આપવામાં આવ્યો છે.
સૌરાષ્ટ્ર સહીત સમગ્ર રાજ્ય માટે અ ગૌરવની વાત છે કે બિલ્ડીંગને હેરિટેજ બિલ્ડીંગ તરીકે જાહેર કરવામાં આવી છે.અ અગાઉ કરણસિંહજી હાઇસ્કુલ અને બાઇ સાહેબબા હાઇસ્કુલનાં રાજાશાહિ સમયગાળાનાં બિલ્ડીંગોને હેરીટેજ બિલ્ડીંગ જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારે હવે ધર્મેન્દ્રસિંહજી કોલેજનાં બિલ્ડીંગને પણ હેરીટેજમાં સમાવેશ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા ઔતિહાસિક બિલ્ડીંગોને હેરીટેજમાં સ્થાન આપી ગ્રાન્ટની ફાળવણી પણ કરવામાં આવી રહી છે.