ગૂગલ દ્વારા એપ્લિકેશન અને સર્વિસના ઉપયોગ બાબતે પોલિસીમાં ટૂંક સમયમાં ફેરદાર કરવામાં આવશે. નવી પોલિસી મુજબ ગૂગલ હવે 2.3.7 કે તેનાથી નીચા વર્ઝન પર ચાલતા એન્ડ્રોઇડ ફોન પર સાઈન ઈન સપોર્ટ કરશે નહીં. આ બદલાવને 27 સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવશે. જુના યૂઝર્સે સપ્ટેમ્બર બાદ ગુગલ એપ્સના વપરાશ માટે ઓછામાં ઓછુ 3.0 હનીકોમ્બને અપડેટ કરવુ પડશે.
27 સપ્ટેમ્બર બાદ 2.3.7 કે તેનાથી નીચેનું વર્ઝન ધરાવતા એન્ડ્રોઇડ વર્ઝનના ફોનમાં યૂઝર્સ ગૂગલ એપમાં સાઈન ઇન કરવાનો પ્રયાસ કરશે. ત્યારે યુઝરનેમ અથવા પાસવર્ડ એરર જોવા મળશે. યુઝર્સે તેના ફોનમાં બ્રાઉઝરના માધ્યમથી જીમેઈલ, ગુગલ સર્ચ, ગુગલ ડ્રાઈવ, યુટ્યુબ અને ગુગલની અન્ય સેવાઓને સાઈન-ઈન કરવા માટે સક્ષમ હોવું જરૂરી છે.
આ બાબતે ગૂગલ દ્વારા યૂઝર્સને ઈ-મેઈલ મોકલવામાં આવ્યો છે. જેમાં નવો નિયમ 27 સપ્ટેમ્બર લાગુ થશે તેમ જણાવાયું છે. ગુગલ દ્વારા તેના રિપોર્ટમાં યૂઝર્સને મોકલવામાં આવેલા સ્ક્રીનશોટ શેર કરાયા છે.
જો કે ખૂબ જ ઓછા લોકો જુના વર્ઝનને યૂઝ કરે છે, જેથી વધુ લોકો આનાથી પ્રભાવિત નથી થવાના. જે લોકો જુનુ સોફ્ટવેર વર્ઝન વાપરે છે, તેમને તાત્કાલિક સોફ્ટવેર અપડેટ અથવા તો ફોન બદલવાની જરૂર છે. આમ જોવા જઈએ તો 27 સપ્ટેમ્બર બાદ એન્ડ્રોઈડ વર્ઝન 2.3.7 અથવા તો તેનાથી ઓછા વર્ઝન વાળા યૂઝર્સ પાસે કોઈ પણ વિકલ્પ નહીં બચે.