Tuesday, December 24, 2024
Homeરાષ્ટ્રીયલાખો લોકોની દુઆ... 16 કરોડનું ઇન્જેક્શન, પણ દેશની માસુમ બાળકી જીંદગી હારી...

લાખો લોકોની દુઆ… 16 કરોડનું ઇન્જેક્શન, પણ દેશની માસુમ બાળકી જીંદગી હારી ગઈ !

- Advertisement -

પૂનાની 1વર્ષની બાળકી વેદિકા શિંદે માટે પણ લોકોએ હૃદયપૂર્વક મદદ કરી.લોકોએ વેદિકાની સારવાર માટે મદદનો હાથ લંબાવ્યો,અને નિર્દોષ બાળકીના માતા-પિતામાં વિશ્વાસ મૂક્યો કે તેમની બાળકીને પણ 16 કરોડના ઇન્જેક્શન માટે મદદ મળી રહેશે. પરંતુ આખરે તેણી જિંદગી સામેનો જંગ હારી ગઈ છે.

- Advertisement -

1 વર્ષની વેદિકાને સ્પાઈનલ મ્સ્કુલર એટ્રોફી (એસએમઈ ટાઈપ ઈ-1)ની બીમારી હતી.  દોઢ મહિના પહેલા જ વેદિકાને સારવાર માટે 16 કરોડનું ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું. પરંતુ તેનાથી પણ માસુમનો જીવ બચ્યો નથી. અને બે દિવસ અગાઉ મૃત્યુ થયું.

વેદિકાના પરિવારના જણાવ્યા અનુસાર ઈન્જેકશન બાદ તેની તબીયત સુધરી રહી હતી. પરંતુ રવિવારે તેનું ઓક્સીજન લેવલ ઘટી ગયું અને અચાનક શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. અને સારવાર માટે તેને હોસ્પિટલમાં લઇ જવામાં આવી પરંતુ તેનું મૃત્યુ થયું.

- Advertisement -

દેશના લાખો લોકોએ વેદિકાના પરિવારને આર્થિક મદદ કરી હતી. અને અમેરિકાથી 16 કરોડનું ઈજેક્શન મંગાવ્યું હતું. 15જુનના રોજ તેણીને તે ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું. પરંતુ તે જીંદગી સામે હારી ગઈ. પરિણામે તેના માતા-પિતા, પરિવાર સહીત અનેક લોકો શોકની લાગણી અનુભવી રહ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular