Tuesday, December 24, 2024
Homeરાજ્યગુજરાતજામનગર સહિત રાજયભરમાં હજારો રહેણાંક સોસાયટીઓએ સ્ટેમ્પ ડયૂટીના નાણાં હવે ભરવા પડશે

જામનગર સહિત રાજયભરમાં હજારો રહેણાંક સોસાયટીઓએ સ્ટેમ્પ ડયૂટીના નાણાં હવે ભરવા પડશે

નોંધણી વિનાની સોસાયટીઓમાં જેટલાં વેચાણ થયા છે તેઓએ બમણી સ્ટેમ્પડયૂટી ભરવી પડશે

- Advertisement -

ગુજરાત સરકારે સહકારી મંડળી અધિનિયમ પ્રમાણે 1982 થી 2001 દરમ્યાન અસ્તિત્વ પામેલી સોસાયટીઓ, ફ્લેટ્સ કે સ્થાવર મિલકતોના શેર સર્ટિફિકેટ અને એલોટમેન્ટ લેટરનું રજીસ્ટ્રેશન ફરજીયાત બનાવી દેતાં નોંધણી નહીં થઇ હોય તેવી મિલકતો પર સ્ટેમ્પડયુટી ભરવાની રહેશે, જેમાં 2001ના આદેશ પ્રમાણે મુક્તિ આપવામાં આવેલી હતી.

- Advertisement -

રાજ્યના મોટા શહેરો સહિતના વિસ્તારોમાં લાગુ પડતા નવા આદેશ પ્રમાણે મિલકત ધારકો પર કરોડો રૂપિયાનો નવો બોજ પડશે. રાજ્ય સરકારના સુપ્રિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ દ્વારા જાહેર કરાયેલા આદેશ પ્રમાણે રજીસ્ટ્રેશન ફરજીયાત છે અને સ્ટેમ્પડયુટી પર ભરવી પડશે, એટલું જ નહીં જૂની સોસાયટીઓના નોંધણી વિનાના શેર સટફિકેટ કે એલોટમેન્ટ લેટરવાળા મકાનો અને મિલકતોના વેચાણ પર બમણી સ્ટેમ્પડયુટી વસૂલ કરાશે.

રાજ્યમાં 12મી મે 1982 પછી ગુજરાત સહકારી મંડળી અધિનિયમ પ્રમાણે બનેલી સોસાયટીઓના મકાનના શેર સટફિકેટ કે એલોટમેન્ટ લેટર પર સ્ટેમ્પડયુટી વસૂલવામાં આવતી ન હતી પરંતુ હવે તે વસૂલ કરાશે.

- Advertisement -

ઇન્ચાર્જ નોંધણી નિરીક્ષક દ્વારા સબ રજીસ્ટારોને સ્ટેમ્પડયુટી અંગે માર્ગદર્શન આપતો લેટર લખવામાં આવ્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે સોસાયટીના શેર એલોટમેન્ટ તેમજ એલોટમેન્ટ લેટર પર યોગ્ય ડયુટી વસૂલાત થાય તે ધ્યાને રાખી કાર્યવાહી કરવામાં આવે.

નવો આદેશ કરવા પાછળનું કારણ એવું છે કે મહેસાણા જિલ્લા સ્ટેમ્પડયુટી મૂલ્યાંકનના ડેપ્યુટી કલેક્ટર દ્વારા સોસાયટીના શેર સટફિકેટના રજીસ્ટ્રેશન પર સ્ટેમ્પડયુટી વસૂલવી કે નહીં તે અંગે માર્ગદર્શન માગવામાં આવ્યું હતું જેમાં 13મી જુલાઇ 2021ના રોજ સુપ્રિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ તરફથી જિલ્લા સબ રજીસ્ટ્રારને પત્ર લખવામાં આવ્યો છે.

- Advertisement -

આ પત્રમાં એવું જણાવાયું છે કે ગુજરાત સહકારી મંડળી અધિનિયમ અને ગુજરાત સ્ટેમ્પ અધિનિયમના સુધારા જોતાં 27મી એપ્રિલ 1982થી સહકારી ગૃહમંડળીઓના સ્થાવર સહિતની શેરની તબદીલીના લેખો ફરજીયાત નોંધણી પાત્ર અને સ્ટેમ્પડયુટી પાત્ર છે.

જો કે 27મી એપ્રિલ 1982 પહેલાંની સહકારી ગૃહ મંડળીઓ દ્વારા તેના સભ્યોને સ્થાવર મિલકત તબદીલી અંગેના કોઇપણ લેખ, શેર સટફિકેટ કે એલોટમેન્ટ લેટરથી થયેલી તબદીલી સ્ટેમ્પડયુટીને પાત્ર બનશે નહીં.

સ્ટેમ્પડયુટી વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે સ્ટેમ્પડયુટીનો નવો આદેશ 30મી જુલાઇ 2021થી અમલી બનાવવામાં આવ્યો છે અને 1લી સપ્ટેમ્બર 2001ના પરિપત્રને રદ કરવામાં આવ્યો છે. નવા આદેશ પ્રમાણે હવે 12મી મે 1982 પછી 2001 દરમ્યાન જે સોસાયટી, ફ્લેટ કે સ્થાવર મિલકતોને માત્ર શેર સટફિકેટ કે એલોટમેન્ટ લેટર આપવામાં આવ્યા હશે તેની નોંધણી થશે અને તેના પર સ્ટેમ્પડયુટી લાગશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular