દેશમાં પહેલીવાર ગુજરાતમાં નાના એરક્રાફ્ટ અને હેલિકોપ્ટરનું ઉત્પાદન શરૂ કરવામાં આવશે. સૌરાષ્ટ્રના અમરેલીમાં આ કામગીરી શરુ કરવામાં આવશે.રાજ્યના સિવિલ એવિએશન વિભાગે ખાનગી કંપની એરો ફ્રેયર ઇંક સાથે એમઓયુ કર્યા છે, જેને પગલે કંપનીએ અમરેલી એર સ્ટ્રિપ પાસે મેન્યુફેક્ચરિંગ યુનિટની શરૂ કરવાની કાગમીરી શરૂ કરી દીધી છે અને ઓક્ટોબર સુધીમાં પ્લાન્ટની કામગીરી પૂર્ણ થાય એવી શક્યતા છે.
વર્ષ 2021ના અંત સુધીમાં પ્રથમ એરક્રાફ્ટ માર્કેટમાં મૂકવામાં આવશે. એરક્રાફ્ટના ઉત્પાદન થકી અનેક લોકોને રોજગારી પણ મળશે. દેશમાં પહેલીવાર ગુજરાતમાં નાના એરક્રાફ્ટ અને હેલિકોપ્ટરનું ઉત્પાદન શરૂ કરવામાં આવશે. જેને પગલે કંપનીએ અમરેલી એર સ્ટ્રિપ પાસે મેન્યુફેક્ચરિંગ યુનિટની શરૂ કરવાની કાગમીરી શરૂ કરી દીધી છે અને ઓક્ટોબર સુધીમાં પ્લાન્ટની કામગીરી પૂર્ણ થાય એવી શક્યતા છે. કંપની દ્વારા પ્રથમ તબક્કામાં 150 કરોડ રૂપિયા અને ત્યાર બાદ 500 કરોડ રૂપિયાનું રોકાણ કરશે.
મળતી માહિતી મુજબ 2 સીટર, 4 સીટર, એર એમ્બ્યુલન્સ, હેલિકોપ્ટર અને ફિક્સ વિંગ ગ્લાઈડરનું ઉત્પાદન શરૂ કરવામાં આવશે. આ તમામ એરક્રાફ્ટના ઉત્પાદન માટે કંપની દ્વારા સર્બિયા, ઈટાલી, જર્મની, સ્લોવેનિયા અને અમેરિકન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. આ સિવાય કંપની દ્વારા વિદેશની અન્ય 3 કંપનીના કોન્ટ્રેક્ટ આધાર પર લાઈટ એરક્રાફ્ટ અને ફિક્સ વિંગ ગ્લાઈડરનું પણ ઉત્પાદન કરવામાં આવશે.