મધ્યપ્રદેશની ભીંડ જિલ્લા જેલમાં આજે વહેલી સવારે બેરેકની દિવાલ ધરાશાયી થતાં 22 કેદીઓ ઘાયલ થયા હતા. ગંભીર રીતે ઘાયલ કેદીને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જિલ્લા પોલીસ અધિક્ષક મનોજ કુમાર સિંહે જણાવ્યું કે સવારે 5.10 વાગ્યે છ નંબરની બેરેકની દિવાલ ધરાશાયી થઈ.
તેમણે કહ્યું કે આ અકસ્માતમાં 22 કેદીઓ ઘાયલ થયા છે. ગંભીર રીતે ઘાયલ કેદીઓમાંથી એકને વધુ સારવાર માટે ગ્વાલિયર મોકલવામાં આવ્યો છે. જ્યારે અન્ય કેદીઓને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ઘટના સમયે જેલમાં 255 કેદીઓ હતા.આ ઘટના અંગે જાણ થતાં જ પોલીસકર્મીઓને રેસ્ક્યુ ઓપરેશન માટે જેલમાં મોકલવામાં આવ્યા હતા. જેલની ઇમારત એકદમ જૂની હોય અને છેલ્લા ઘણા દિવસોથી અવિરત વરસાદના પરિણામે ધરાશાઈ થઇ હતી.