ટોક્યો ઓલિમ્પિકનો આજે નવમો દિવસ છે. ત્યારે ભારતની મહિલા હોકી ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે. અને દક્ષીણ આફ્રિકાને હરાવ્યું છે. આ સાથે જ મહિલા હોકી ટીમે ગ્રુપ સ્ટેજના પોતાના છેલ્લા મુકાબલામાં જીત મેળવી છે. ટીમ ઈન્ડિયાની ટોકિયો ઓલિમ્પિકમાં આ બીજી જીત છે. ત્યારે ભારતીય મેન્સ હોકી ટીમે જીત મેળવી ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો છે.
ભારતની મહિલા હોકી ટીમે ગ્રુપ સ્ટેજના પોતાના છેલ્લા મુકાબલામાં દક્ષિણ આફ્રીકાને 4-3થી હરાવ્યું છે. ભારત તરફથી વંદના કટારિયાએ 3 ગોલ કર્યા હતા વંદના ઓલિમ્પિક મેચમાં ગોલની હેટ્રિક ફટકારનાર પ્રથમ ભારતીય મહિલા હોકી ખેલાડી બની છે. મેચની ચોથી મિનિટમાં જ નવનીત કૌરના પાસ પર વંદના કટારીયાએ ગોલ કરીને ભારત 1-0થી આગળ થઈ ગયું હતું. વંદના ભારતની પહેલી હોકી ખેલાડી બની ગઈ છે જેણે ઓલિમ્પિક મેચમાં ત્રણ ગોલ કર્યા.
ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય પુરુષ હોકી ટીમ જીત તરફ સતત આગેકુચ કરી રહી છે. રૂષોની ટીમે પાંચમાંથી ચાર લીગ મેચ જીતીને ટોક્યોમાં ક્વાર્ટર ફાઇનલમાં પહોંચીને મેડલ જીતવાની આશા ઉભી કરી છે. પંજાબના રમત ગમત પ્રધાન રાણા ગુરમિતસિંહ સોઢીએ જાહેરાત કરી છે કે, જો ભારતીય પુરુષ હોકી ટીમ ટોક્યો ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતે છે, તો તે ટીમમાં ભાગ લેનારા રાજ્યના તમામ ખેલાડીઓને રૂપિયા 2.25- 2.25 કરોડ આપવામાં આવશે.