ઘણી વખત ઉતાવળિયું પગલું ભરવાથી જીવ જોખમમાં મુકાય છે. આવી ઘટનાઓ અનેક વખત સામે આવતી હોય છે. તેવામાં તેલંગાણાના સકિંદરાબાદ રેલ્વે સ્ટેશન પર આવી જ કંઇક ઘટના બની છે. જેમાં એક મહિલા પ્લેટફોર્મ પર દોડીને ચાલુ ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરે છે. પરંતુ તેઓ ટ્રેનમાંથી નીચે પટકાતા ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ જાય છે. પરંતુ તે જ સમયે આરપીએફના જવાનનું ધ્યાન જતા તેણે તાત્કાલિક મહિલાને બહાર કાઢી અને તેનો જીવ બચાવ્યો છે.
CCTVમાં જોઈ શકાય છે કે મહિલા ચાલુ ટ્રેનમાં ચઢવા જતી વખતે નીચે પટકાય છે. અને પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે ફસાઈ જતા આરપીએફનો જવાન તેને ખસેડીને જીવ બચાવે છે.