Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર : માત્ર 691 ને A1 ગ્રેડ, જે...

ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર : માત્ર 691 ને A1 ગ્રેડ, જે પૈકી જામનગરના 16 વિદ્યાર્થી

દ્વારકા જીલ્લામાં ફક્ત 1 વિદ્યાર્થીને A1 ગ્રેડ : જામનગર અને દ્વારકા જીલ્લામાં C1 ગ્રેડ મેળવનારની સંખ્યા સૌથી વધુ

કોરોના વાયરસની મહામારીને પરિણામે ગુજરાતના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યા બાદ આજે રોજ ગુજરાત બોર્ડ ધો.12નું  100% પરિણામ જાહેર થયું છે. માત્ર શાળાઓ જ ઓનલાઈન પરિણામ જોઈ શકશે. માટે સવારથી જ વિદ્યાર્થીઓ સ્કૂલમાં પરિણામ લેવા માટે પહોંચી રહ્યા છે. અને 4 લાખથી વધુ વિદ્યાર્થીઓ પાસ થયા છે. પરંતુ રાજ્યમાં માત્ર 691 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો છે. જે પૈકી જામનગર જીલ્લાના 16 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો છે. અને દ્વારકા જીલ્લામાં માત્ર 1જ વિદ્યાર્થીએ A1ગ્રેડ મેળવ્યો છે.

- Advertisement -

જામનગર જીલ્લામાં ધો.12 સામન્ય પ્રવાહના કુલ 8,113 વિદ્યાર્થીઓ હતા જે તમામ ઉતીર્ણ થયા છે. જીલ્લાના 16 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ, 291ને A2 ગ્રેડ, 1044ને B1 ગ્રેડ, 2146ને B2 ગ્રેડ,2706 વિદ્યાર્થીઓને C1 ગ્રેડ, 1575ને C2 ગ્રેડ,273 વિદ્યાર્થીઓને D ગ્રેડ,61ને E1 ગ્રેડ અને 1 વિદ્યાર્થીએ E2 ગ્રેડ મેળવ્યો છે. જામનગર જીલ્લામાં C1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી વધુ છે.

દ્વારકા જીલ્લામાં ધો.12 સામાન્ય પ્રવાહના કુલ 3572 વિદ્યાર્થીઓ હતા. જેમાંથી માત્ર 1 જ વિદ્યાર્થીએ A1 ગ્રેડ મેળવ્યો છે. 81 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ, 401વિદ્યાર્થીઓએ B1 ગ્રેડ,906 વિદ્યાર્થીઓએ B2 ગ્રેડ, 1243 વિદ્યાર્થીઓએ C1 ગ્રેડ, 787વિદ્યાર્થીઓએ C2 ગ્રેડ, 124 વિદ્યાર્થીઓને D ગ્રેડ, 29 વિદ્યાર્થીઓએ E1 ગ્રેડ મળ્યો છે. દ્વારકા જિલ્લામાં સૌથી વધુ 1243 વિદ્યાર્થીઓએ C1 ગ્રેડ મેળવ્યો છે.

- Advertisement -

ગુજરાતમાં સામાન્ય પ્રવાહના કુલ 4લાખ 127 વિદ્યાર્થીઓ હતા જે પૈકી માત્ર 691 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. જયારે 9495 વિદ્યાર્થીએ A2 ગ્રેડ મેળવ્યો છે. 1,29,781 વિદ્યાર્થીઓને c1 ગ્રેડ મળ્યો છે. C1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી વધુ છે. C2 ગ્રેડ મેળવનારા 1,08,299 D ગ્રેડ મેળવનાર 28,690, E1 ગ્રેડ મેળવનાર 5,885, જયારે 28 વિદ્યાર્થીઓને E2 ગ્રેડ મળ્યો છે.

પરિણામ બનાવવા માટે ધોરણ 10ના પરિણામના 50 %, 11માના પરિણામના 25 % અને ધોરણ 12માં એકમ કસોટીના 25% માર્ક લેવાયા છે. ધો.12 સામાન્ય પ્રવાહ અને વ્યવસાયલક્ષી પ્રવાહના નિયમિત ઉમેદવારોની પરીક્ષા રદ કરીને શિક્ષણ વિભાગે નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ તૈયાર કરવાની નીતિ જાહેર કરી હતી. જે અનુસાર જાહેર કરેલ નીતિ મુજબ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ દ્વારા નિયમિત વિદ્યાર્થીઓના ગુણ બોર્ડની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવ્યા હતા. જેના આધારે બોર્ડ દ્વારા નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ તૈયાર કરવામાં આવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular