રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૩૦.૦૭.૨૦૨૧ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૨૬૫૩.૦૭ સામે ૫૨૭૯૨.૩૬ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૨૫૩૩.૯૧ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૩૭૬.૩૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૬૬.૨૩ પોઈન્ટના ઘટાડા સાથે ૫૨૫૮૬.૮૪ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૮૦૬.૩૫ સામે ૧૫૭૩૫.૨૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૫૭૩૫.૨૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૩૭.૧૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૧.૩૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૫૭૮૫.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના અંતે ભારતીય શેરબજારમાં ટ્રેડિંગની શરૂઆત ગઇકાલના નોંધપાત્ર ઘટાડા બાદ તેજી સાથે થઈ હતી. વિશ્વમાં કોરોના સંક્રમણ યુ.કે., ઓસ્ટ્રેલિયામાં કેસો વધવા લાગ્યા છતાં આ નેગેટિવ પરિબળને અવગણીને વૈશ્વિક બજારો સાથે ભારતીય શેરબજારમાં સુધારો જોવાયો હતો. ભારતમાં ચોમાસાની સારી પ્રગતિ અને કોરોના મહામારી બાદ ભારતીય શેરબજારના અર્થતંત્રમાં ઝડપી રિકવરીનો અંદાજ મૂકીને આગામી દિવસોમાં કોર્પોરેટ ઈન્ડિયાની કામગીરી સારી નીવડવાની અપેક્ષાએ ફંડોએ આજે ઘટાડે પસંદગીના શેરોમાં લેવાલી કરી હતી.
દેશભરમાં કોરોના મહામારીથી સર્જાયેલી ભયંકર હેલ્થ કટોકટી દરમિયાન ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓ દ્વારા દવાઓની માંગમાં અસાધારણ વધારાને લઈ સતત ફાર્મા શેરોમાં તેજી કર્યા કોર્પોરેટ ઈન્ડિયાના જૂન ૨૦૨૧ના અંતના ત્રિમાસિક પરિણામોમાં સન ફાર્માના પરિણામ અપેક્ષાથી મુજબ આવતાં કંપનીના શેરમાં ૧૦%ની ઉપલી સર્કિટની પોઝિટિવ અસરે ફંડોએ આજે ફાર્મા શેરોમાં કરી હતી, જોકે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ઊંચા મથાળે જળવાઈ રહેતા પેટ્રોલ, ડિઝલના ભાવ વિક્રમી ઊંચાઈએ રહ્યાના નેગેટીવ પરિબળ અને મેટલ-માઈનીંગ શેરોમાં આજે ફંડોએ વેચવાલી કરતાં ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૫૨% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૬૯% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એનર્જી, ફઇનાન્સ, ટેલિકોમ, બેન્કેક્સ, કેપિટલ ગુડ્સ, મેટલ અને ઓઇલ ગેસ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૩૬૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૯૭ અને વધનારની સંખ્યા ૧૮૩૭ રહી હતી, ૧૩૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૯૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૭૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, કોરોના સંક્રમણની બીજી લહેરમાંથી બહાર આવી દેશમાં આર્થિક-ઔદ્યોગિક પ્રવૃતિ વેગ પકડી રહી છે ત્યારે આ સાથે મોંઘવારીનું પરિબળ રોજબરોજ જોખમી બની અત્યારે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં વધારાની સાથે પેટ્રોલ, ડિઝલના સતત વધતાં વિક્રમી ભાવો અને અમેરિકી ડોલર સામે નબળો પડતો જતો ભારતીય રૂપિયો ભારતીય શેરબજારમાં સેન્ટીમેન્ટને આગામી દિવસોમાં ખરાબ કરી શકે છે. આ સાથે સતત ખરીદી કર્યા બાદ ફોરેન ફંડો ભારતીય શેરબજારમાં પ્રોફિટ બુકિંગ સાથે ઓવરબોટ પોઝિશન હળવી કરી રહ્યા છે. જેથી આગામી દિવસોમાં શકય છે ફંડોની એક્ઝિટને પગલે કરેકશન જોવા મળી શકે છે, જેથી સાવચેતી જરૂરી બની રહેશે. ઉપરાંત આંતરરાષ્ટ્રીય મોરચે અમેરિકામાં બોન્ડ યીલ્ડ સાથે વૈશ્વિક બજારો પર નજર અને સ્થાનિક સ્તરે મોંઘવારીને કાબૂમાં લેવા માટે લેવાઈ રહેલા વિવિધ પગલાં પર ભારતીય શેરબજારની નજર રહેશે.
તા.૦૨.૦૮.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….
તા.૩૦.૦૭.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૫૭૮૫ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૫૬૭૬ પોઈન્ટના પ્રથમ અને ૧૫૬૦૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૫૮૦૮ પોઈન્ટ થી ૧૫૮૩૮ પોઈન્ટ ૧૫૮૮૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૫૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
તા.૩૦.૦૭.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૩૪૬૯૦ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૫૦૦૮ પોઈન્ટના પ્રથમ અને ૩૫૩૦૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૪૪૭૪ પોઈન્ટ થી ૩૪૩૦૩ પોઈન્ટ, ૩૪૨૭૨ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૫૩૦૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..
- ટાઈટન લિમિટેડ ( ૧૭૨૮ ) :- એપેરલ્સ & એસેસરીઝ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૭૦૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૬૮૬ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૭૪૭ થી રૂ.૧૭૬૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૭૭૭ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
- હેવલ્સ ઇન્ડિયા ( ૧૧૭૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૧૬૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૧૪૪ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૨૦૩ થી રૂ.૧૨૧૨ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
- રામકો સિમેન્ટ ( ૧૦૯૫ ) :- રૂ.૧૦૬૬ નો પ્રથમ તેમજ રૂ.૧૦૪૭ ના બીજા સપોર્ટથી સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૧૧૨ થી રૂ.૧૧૨૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
- ઓરબિંદો ફાર્મા ( ૯૨૨ ) :- ફાર્મા સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૯૪૪ થી રૂ.૯૬૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૯૦૯ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- ટાટા કેમિકલ ( ૭૬૯ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૭૪૪ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક કોમોડિટી કેમિકલ સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૭૮૭ થી રૂ.૭૯૭ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
- અદાણી એન્ટરપ્રાઇઝ ( ૧૪૩૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટ્રેડીંગ & ડિસ્ટ્રિબ્યુશન સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૪૭૦ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૩૯૩ થી રૂ.૧૩૮૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૮૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- એસ્કોર્ટસ લિમિટેડ ( ૧૧૮૯ ) :- રૂ.૧૨૦૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૨૨૦ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૧૬૬ થી રૂ.૧૧૫૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૨૩૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
- બર્જર પેઈન્ટ ( ૮૪૪ ) :- ફર્નિચર, ફર્નીશિંગ, પેઇન્ટ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૮૮૦ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૮૨૮ થી રૂ.૮૦૮ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
- ભારત ફોર્જ ( ૭૭૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૮૦૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૭૫૭ થી રૂ.૭૪૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૮૧૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- ડાબર ઇન્ડિયા ( ૬૦૪ ) :- ૬૨૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૬૩૦ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૫૮૮ થી રૂ.૫૫૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૬૪૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!
( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )