ભાણવડથી આશરે 16 કિલોમીટર દૂર તાલુકાના કલ્યાણપુર ગામે રહેતા નોંઘુ ઉર્ફે નુંઘા દેવાભાઈ કરમુર નામના 50 વર્ષથી આહીર શખ્સ દ્વારા આ વિસ્તારમાં એક મકાન ભાડે રાખી અને પોતાના અંગત ફાયદા માટે નાલ ઉઘરાવીને જુગારનો અખાડો ચલાવવામાં આવતો હોવાની ચોક્કસ બાતમી જિલ્લા એલસીબી પોલીસને મળી હતી. જેના અનુસંધાને એલસીબી પીઆઈ જે.એમ. ચાવડાની રાહબરી હેઠળ સ્ટાફ દ્વારા ગઈકાલે બુધવારે બપોરે એલસીબી સાથે આ સ્થળે જુગાર દરોડો પાડ્યો હતો.
આ વિસ્તારમાં જુગારના અખાડામાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા નોંઘું ઉર્ફે નુંધા દેવાભાઈ કરમુર, ગોવા મારખી ભાટુ, કેશુ ઉર્ફે કિશોર લખમણ કરમુર, કરશન હમીર ભોચીયા અને માલદે અરજણ ભોચીયા નામના પાંચ શખ્સોને પોલીસે દબોચી લીધા હતા.
પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂા.15,190 રોકડા, રૂા. 2,500 કિંમતના ચાર નંગ મોબાઇલ ફોન ઉપરાંત રૂા. 75 હજારની કિંમતના ત્રણ નંગ મોટરસાયકલ મળી કુલ રૂા. 92,690 નો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી.
ભાણવડ તાલુકામાં ધમધમતા જૂગારધામ પર પોલીસ ત્રાટકી
પાંચ શખ્સો ઝબ્બે