લાલપુર તાલુકાના નાંદુરીના ભેખડ વિસ્તારમાં મજૂરીકામ કરતો યુવક લાપતા થયો હોવાની જાણના આધારે ફાયરટીમે યુવકની શોધખોળ માટે કામગીરી આરંભી હતી.
બનાવની વિગત મુજબ, રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતો અને હાલ લાલપુર તાલુકાના નાંદુરીમાં મજૂરી કામ કરતો અર્જુન રામજીભાઈ પરમાર (ઉ.વ.18) નામનો યુવક સોમવારે સવારના સમયે ગુમ થયો હતો. ત્યારબાદ યુવકની શોધખોળ કરવામાં આવી હોવા છતાં કોઇ પતો લાગ્યો ન હતો. બાદમાં યુવક નાંદુરી ગામમાં આવેલા ભેખડ વિસ્તારમાં લાપતા થયો હોવાની શંકાના આધારે ફાયર ટીમ દ્વારા લાપતા યુવાનની શોધખોળ માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરંતુ હજુ સુધી યુવકનો પતો લાગ્યો ન હતો.
લાલપુર તાલુકાના નાંદુરીની ભેખડમાં યુવક લાપત્તાની આશંકા
સોમવારે સવારે શ્રમિક યુવક લાપત્તા : ફાયર ટીમ દ્વારા શોધખોળ


