મેડિકલ ક્ષેત્રે અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ માટે સરકારે આજે એક મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે. તેમાં પછાત જાતી (OBC) અને આર્થિક રીતે નબળાં (EWS) માટે અનામતની જાહેરાત કરી છે. સરકારે ઓબીસીને 27% અને આર્થિક રીતે નબળા વર્ગને 10% અનામત આપવાની જાહેરાત કરી છે. આ નિર્ણય 2021-22ના સત્રથી જ લાગુ કરવામાં આવશે.
દર વર્ષે ઓલ ઈન્ડિયા કોટા સ્કીમ (AIQ) અંતર્ગત MBBS, MS, BDS, MDS, ડેન્ટલ, મેડિકલ અને ડિપ્લોમામાં 5,550 કેન્ડિડેટને તેનો ફાયદો મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વિશે 26 જુલાઈએ બેઠક કરી હતી અને તેમણે પહેલાં પણ આ વિશે અનામત આપવાની વાત કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા દ્વારા આ વિશે માહિતી આપી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું કે, દેશમાં પછાત અને આર્થિક નબળાં વર્ગના વિકાસ માટે તેમને અનામત આપવાનો સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.