Tuesday, December 24, 2024
Homeરાજ્યનાની રાફુદડમાં તરૂણીએ ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી

નાની રાફુદડમાં તરૂણીએ ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી

મોબાઇલમાં ફોન અને મેસેજની પરિવારજનોને જાણ થઈ જતા તરૂણીની આત્મહત્યા: પોલીસ દ્વારા કાર્યવાહી : જામનગરમાં હૃદયરોગના હુમલાથી યુવાનનું મોત

- Advertisement -

લાલપુર તાલુકાના નાની રાફુદડ ગામમાં રહેતી અને અભ્યાસ કરતી તરૂણી મોબાઇલફોન પર મેસેજ અને વાતો કરતી હોય જેની પરિવારજનોને ખબર પડી જતા બુધવારે તેના ઘરે છતના હુંકમાં સાડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. જામનગરમાં બાયની વાડી પાસેના વિસ્તારમાં રહેતા યુવાનને છાતીમાં દુ:ખાવો થવાથી હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેમનું મોત નિપજ્યું હતું.

આ બનાવની વિગત મુજબ પ્રથમ બનાવ લાલપુર તાલુકાના રાફુદડ ગામમાં ખેતી કરતા જેન્તીલાલ મનજીભાઈ સોનગરા નામના યુવાનની પુત્રી રીધ્ધીબેન સોનગરા (ઉ.વ.16) નામની અભ્યાસ કરતી તરૂણીને મોબાઇલ પર મેસેજ અને વાતો કરતી હતી. જે અંગેની જાણ તેના ભાઈ હિરેને કાકા હિતેશને કરી હતી. મોબાઇલ પર વાતો અને મેસેજની જાણ પરિવારજનોને થઈ ગયાનું જણાતા રીધ્ધીએ બુધવારે સવારના સમયે તેના ઘરે રૂમના છતના હુંકમાં સાડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગેની જાણ મૃતકના પિતા જેન્તીલાલ દ્વારા કરાતા હેકો ટી.બી. જાડેજા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.

બીજો બનાવ, જામનગરમાં બાયની વાડી પાસેના વિસ્તારમાં રહેતા લાલજીભાઈ વાલજીભાઈ સોલંકી (ઉ.વ.41) નામના શ્રમિક યુવાનને બુધવારે સવારના સમયે તેના ઘરે છાતીમાં દુ:ખાવો થતા આર્મી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવતાં જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જગદીશભાઇ દ્વારા જાણ કરાતા પીએસઆઈ આર.કે. ગુસાઈ તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular