કલ્યાણપુર તાલુકાના નંદાણાથી દ્વારકા જવાના માર્ગ પરથી પસાર થતાં બાઇકસવારને અજાણ્યા ટ્રકે ઠોકરે ચડાવતાં ઘટનાસ્થળે જ વૃધ્ધનું મોત નિપજ્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ, કલ્યાણપુર તાલુકાના નંદાણાથી દ્વારકા જવાના માર્ગ પર આજે સવારે માલદેભાઇ મેરામણભાઇ નામના વૃધ્ધ તેની જીજે.10.બીએચ.0475 નંબરની બાઇક પર જતાં હતા. તે દરમિયાન પુરઝડપે બેફિકરાઇથી આવતા જીજે.10.એકસ.6417 નંબરના ટ્રકના ચાલકે બાઇકસવારને ઠોકર મારી હળફટે લેતા વૃધ્ધને શરીરે અને માથામાં ગંભીર ઇજાઓ પહોંચતા મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતાં 108ની ટીમ સ્થળ પર પહોંચી ગઇ હતી. જ્યાં વૃધ્ધનું મોત નિપજ્યાનું જણાતા આ અંગે પોલીસમાં જાણ કરતાં પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળી ટ્રકચાલક વિરૂધ્ધ ગુન્હો નોંધવા તજવીજ હાથ ધરી હતી.