દેશમાં કોરોનાની બીજી લહેર નબળી પડી રહી છે. ત્યારે ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યા છે. ગઈકાલના રોજ દેશમાં કોરોનાના કેસમાં મોટો ઉછાળો આવ્યો હતો. ત્યારે છેલ્લા 24 કલાકમાં ફરી 4૦ હજારથી વધારે કેસ નોંધાયા છે. અને 640 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે.
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડાઓ અનુસાર છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 43,509 કેસ નોંધાયા છે. જયારે 38465 રીકવર થયા છે. દેશમાં કોરોનાના કારણે અત્યાર સુધીમાં 4,22,662 લોકોનાં મોત નીપજ્યાં છે. દેશમાં કોરોનાના એક્ટીવ કેસ વધીને 4,03,840 થયા છે.
દેશભરમાં ત્રીજી લહેરની સંભાવનાઓ વચ્ચે કેરળમાં નોંધાયેલા કેસોના પરિણામે ચિંતા વધી છે. અહીં ગઈકાલના રોજ 22000થી પણ વધુ કેસ નોંધાયા હતા. પરિણામે 31જુલાઈ અને 1ઓગસ્ટના રોજ સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. કેન્દ્રની 6ટીમ કેરળ પહોચીને રાજ્ય સરકાર સાથે કોરોના મુદ્દે સમીક્ષા બેઠક કરશે.