Thursday, December 26, 2024
Homeરાજ્યગીરનાર ફરવા જઈ રહ્યા છો ?, તો આ સમાચાર છે મહત્વના

ગીરનાર ફરવા જઈ રહ્યા છો ?, તો આ સમાચાર છે મહત્વના

- Advertisement -

ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી ચોમાસું જામ્યું છે. સૌરાષ્ટ્રના પણ અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. જુનાગઢ અને ગીર-સોમનાથમાં ભારે પવન અને વરસાદના પરિણામે ગીરનાર રોપ-વે સેવા બંધ કરવામાં આવી છે. પવનની ગતિ ધીમી પડતા ફરીથી રોપ વે શરુ કરવામાં આવશે.

- Advertisement -

ચોમાસાની સીઝનમાં હજારોની સંખ્યામાં પ્રવાસીઓ ગીરનાર જતા હોય છે. ત્યારે હવે ગીરનાર પર રોપ-વેની સુવિધા શરુ કરાતા પ્રવાસીઓની સંખ્યામાં અનેકગણો વધારો થયો છે. પરંતુ ભારે પવનના લીધે સુરક્ષાના ભાગ રૂપે રોપ-વેની સુવિધા બંધ કરવામાં આવી છે. આ આગાઉ પણ 22 જુલાઈના રોજ ભારે પવન અને વરસાદ વચ્ચે ત્રણ દિવસ સુધી રોપ-વેને બંધ રાખવાની ફરજ પડી હતી. ગીરનાર પર્વત પર વરસાદ સાથે પવનનું પ્રમાણ વધું હોય છે. ત્યારે આજે રોજ ગિરનાર પર  70થી 80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા રોપ વે બંધ કરવામાં આવ્યો છે.અકસ્માતના સર્જાય તે માટે આગમચેતીના ભાગરૂપે રોપ વે સેવા હાલ સ્થગીત કરી દેવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular