Tuesday, January 14, 2025
Homeરાષ્ટ્રીયઅનોખી ઘટના: રેલ્વે પાર્સલમાંથી 60 લાખના વાળની ચોરી, પોલીસે ફરિયાદ નોંધવાની ના...

અનોખી ઘટના: રેલ્વે પાર્સલમાંથી 60 લાખના વાળની ચોરી, પોલીસે ફરિયાદ નોંધવાની ના પાડી

- Advertisement -

દેશભરમાં રોજે ચોરીની તો અનેક ઘટનાઓ બનતી હોય છે પરંતુ ઇન્દોર માંથી એક અનોખી ઘટના સામે આવી છે.  ઈન્દોરથી હાવડા જતી ટ્રેનમાંથી 10 ક્વિન્ટલથી વધુના વાળની ચોરી થઈ છે. ચોરી થયેલા વાળની કિંમત આશરે રૂ.60 લાખથી પણ વધુ હતી. ફેરિયાઓ એક કિલો વાળને ઓછામાં ઓછા રૂ. 5 હજારની કિંમતે વેચતા હોય છે. 

- Advertisement -

આ ધંધામાં સૌથી વધુ મહારાષ્ટ્રના લોકો સંકળાયેલા હોય છે. વાળના આ વ્યવસાયમાં ઇન્દોર અને નજીકના વિસ્તારોમાં 150થી વધુ લોકો સક્રિય છે. 6જુલાઈના રોજ ઇન્દોર રેલ્વે સ્ટેશનથી કોલકત્તા હાવડા જતી ટ્રેનમાં 22 બોરી વાળ બુક કરાવ્યા હતા. જે પૈકી એક ફેરિયાનું કહેવું છે કે તેઓને માત્ર  3 બોરી જ મળી હતી. જ્યારે 19 બોરીની ચોરી થઈ ગઈ હતી. 

ત્યારબાદ તેઓ FIR નોંધાવવા માટે ઇન્દોર પહોંચ્યા, પરંતુ પોલીસે કેસ નોંધવાની ના પાડી. તેમણે કહ્યું હતું કે બિલમાં બનાવટી વાળનો ઉલ્લેખ કરાયો છે અને કિંમત પણ ઓછી નોંધવામાં આવી છે. પોલીસે ફરિયાદ નોંધવાની ના પાડતા ફેરીયાઓનું કહેવું છે કે આ તેમની એક વર્ષની કમાણી છે. અને પોલીસ નહી શોધે તો એક વર્ષની કમાણી પાણીમાં જશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular