દ્વારકામાં હોમ ગાર્ડ ચોક ખાતે આંખના દવાખાનાની બાજુમાં રહેતા યુવાને એક શખ્સ સામે મકાન પચાવી પાડવા સબબ દ્વારકા પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ નોંધાવી છે.
આ અંગે પોલીસમાં જાહેર થયેલી વિગત મુજબ ફરિયાદી જયભાઈની માલિકીના મકાનને અગાઉ તાળું મારેલું હોય, વર્ષ 2018 ના ફેબ્રુઆરી માસમાં દિપક થોભાણીએ ઉપરોક્ત મકાનમાંથી સામાન કાઢવાના બહાને તાળાની ચાવી લઈ ગયા બાદ ફરિયાદી જયભાઈની માલિકીનું આ મકાન પચાવી પાડવાના ઈરાદે ઉપરોક્ત મકાનમાં વસવાટ કરી અને કબજો કરી લીધો હતો. આ પછી દિપકભાઈને અવાર-નવાર મકાન ખાલી કરવાનું કહેવા છતાં તેણે કબજો નહીં સોંપીને મકાન પચાવી પાડવાના ઈરાદે ખાલી ન કરતા આ પ્રકરણ અંગે દ્વારકા પોલીસ મથકમાં જમીન પચાવી પાડવાના કાયદા અધિનિયમ 2020 ની જુદી-જુદી કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આ પ્રકરણ અંગે આગળની તપાસ અહીંના ડી.વાય.એસ.પી. હિરેન્દ્ર ચૌધરી દ્વારા હાથ ધરવામાં આવી છે.