મહાનગરપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી છે અને આગને કાબૂમાં લેવા માટેની જહેમત ઉઠાવવામાં આવી રહી છે.
વેવારિયા મદ્રેસા પાસે આવેલ સાંકડી શેરીમાં આવેલા મકાનમાં ગેસના બાટલામાં આગ લાગી હતી. જામનગર ફાયર વિભાગે આગ પર મેળવો કાબૂ મેળવી લેતા લોકોએ હાશકારો અનુભવ્યો છે.
મળતી વિગત અનુસાર ઇમરાન ઇસ્માઇલ માડકીયના મકાનમાં ગેસનો બાટલો સળગતા અફળતાફડીનો માહોલ સર્જાયો હતો આ વિસ્તાર ખૂબ ગીત હોવાના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખા દ્વારા તાત્કાલિક ધોરણે આગ બુઝાવવાની કામગીરી કરી અને બહાર કાઢીને કાબુમાં લેવામાં આવી હતી આ સાથે જ લોકોએ રાહતની સાસ લીધી હતી.